Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૦૫. કારણો : પેટ કે પટારો

પેટ કે પટારો

અયોગ્ય ખોરાકથી પણ ડાયાબિટીસ થઇ શકે.

યાદ છે આપણાં ચંદુભાઇ....

લગ્નની જમવાની થાળી જોડે મેચમાં ઉતર્યા હતા એ ભડવીર હો....

બિચારો ડાયાબિટીસનો દર્દી કરે પણ શું ? જરાક પણ નજર નાંખે ગળપણ તરફ અને કમાંડો જેવી પત્ની અગન દૃષ્ટિમાંથી છટકી ન શકે. ખરેખર તો ડાયાબિટીસ થવાના કારણોમાં પણ એક અગત્યનું કારણ, અયોગ્ય ખોરાક છે.

ડાયાબિટીસ ટાઇપ-૨ ના કારણો

આ પ્રકારના ડાયાબિટીસમાં એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. આ કારણો ક્યા ક્યા છે એ આપણે જાણીએ.

(૧) કુટુંબમાં ડાયાબિટીસ :

જે વ્યક્તિના માતા અથવા પિતા બે માંથી એકને ડાયાબિટીસ હોય તેને ડાયાબિટીસ થવાની શક્યતા ૨૦ થી ૨૫ ટકા છે. જે વ્યક્તિના માતા અને પિતા બન્નેને ડાયાબિટીસ હોય તેવી વ્યક્તિને ડાયાબિટીસ થવાની શક્યતા ૭૫ ટકા છે.

(૨) નિષ્ક્રિયતા (આરામ હી રામ હૈ)

શારિરીક પ્રવૃત્તિથી શરીર ઈન્સ્યુલીનનો ઉપયોગ સારી રીતે કરી શકે છે. શરીરની માંસપેશીઓ પ્રવૃત્તિને કારણે ગ્લુકોઝનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. વળી કરસત કરવાથી માંસપેશીઓ વધારે મજબુત બને છે. જ્યારે શારિરીક શ્રમ ન કરવાથી આ વાતથી સાવ ઉલટુ થાય છે. ગ્લુકોઝનો વપરાશ થતો નથી અને શરીર સ્થુળ થતું જાય છે. આ સ્થુળતા ડાયાબિટીસ થવાની શક્યતા વધારે છે. વળી ઈન્સ્યુલીનની અસરકારકતા પણ ઘટી જાય છે.


(૩) ખોરાકનો પ્રકાર (ખાના ખજાના... ઔર ફસ જાના):

કોઇપણ વ્યક્તિ ખાય છે એ મહત્વનું છે. પણ આ ઉપરાંત એ શું ખાય છે. તે પણ મહત્વનું છે. અમેરિકન બનાવટના ફાસ્ટ ફુડ અને પીઝામાં રહેલી કેલરી કોઇપણ વ્યક્તિનું વજન ખુબ વધારી શકે છે. તેના પ્રમાણમાં કાચો અને રેષાવાળો ખોરાક વજનને કાબુમાં રાખે છે ડાયાબિટીસને અટકાવે છે.

(૪) ઉંમર :

ટાઇપ-૨ ડાયાબિટીસ જેમ ઉંમર વધે તેમ થવાની શક્યતા વધતી જાય છે. જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શારિરીક પ્રવૃત્તિ ઘટતી જાય છે. ઈન્સ્યુલીનની અસરકારકતા ઉંમર વધતા ઘટતી જાય છે.

(૫) સ્થૂળતા : (ડાયાબિટીસને આમંત્રણ) (માટે આદમીકા મોટા રોગ) :

ટાઇપ-૨ ડાયાબિટીસના ૮૦ થી ૯૦ ટકા દર્દી સ્થૂળ (જાડા) હોય છે. તેમની ઊંચાઇના પ્રમાણે તેમનું જે વજન હોવું જોઇએ તેનાથી ઘણું વધારે હોય છે. છેલ્લા વીસ વર્ષમાં આ પ્રકારના જાડા વ્યક્તિઓની સંખ્યા ડબલ થઇ ગઇ છે અને તેની સાથે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે.

(૬) ગોળમટોળ પેટ (કમર કે કમરો !) :

ગોળમટોળ પેટના ગેરફાયદાઓ જેવા કે ફાંદાળા લોકોને નહાતી વખતે સાબુની ગોટી પેટ નીચે ચાલી જાય તો ના મળે.... એ તો સમજ્યા પણ એ ઉપરાંત રીસર્ચ પ્રમાણે સ્થૂળ માણસોમાં જેમને સ્થૂળ માણસોમાં જેમને સ્થૂળતા અથવા ચરબી પેટના ભાગમાં વધારે હોય છે તેમને ટાઇપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ છે.

માટે આજે જ તમારી કમરની સાઇઝ જોઇલો.... જો લોરેલ એન્ડ હાર્ડીના હાર્ડીની જેમ તમારી કમર ૪૦" થી વધુ હોય તો દરવાજે ડાયાબિટીસ ટાઇપ-૨ ની છડી પોકારાઇ રહી છે એમ જાણવું....

ડાયાબિટીસ ટાઇપ-૨માં ખોરાકની પરેજી, કસરત અને મોંએથી લેવાની દવાઓ સારૂં કામ આપે છે. પણ લાંબે ગાળે થોડાક દર્દીઓએ ઈન્સ્યુલીનના ઇન્જેકશન લેવા જરૂરી બને છે.

સગર્ભાવસ્થા દરમ્યાન થતો ડાયાબિટીસઃ

 

લગભગ ૨થી ૫ ટકા ગર્ભવતી મહિલાઓને સગર્ભાવસ્થાના છઠ્ઠાથી ૯માં માસ સુધીમાં થાય છે. ભાળકના વિકાસ માટેના હોર્મોન (આંતસ્ત્રાવ) ઈન્સ્યુલીનના કાર્યમાં અડચણ પેદા કરે છે. પરંતુ બાળકના જન્મ સાથે આ ડાયાબિટીસ જતો રહે છે, પરંતુ ક્યારેક આ ડાયાબિટીસ હંમેશ માટે રહી જાય છે.