Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૦૭. ઉલટ તપાસ

ડાયાબિટીસની ઉલ૮ તપાસ...બ્લડ સ્યુગથી

બ્લડ ગ્લુકોઝ લેવલઃ

 

ગ્લુકોઝ અથવા જેને આપણે બ્લડ સુગર કહીએ છીએ તે શક્તિ મેળવવા માટેનું શરીરનું મુખ્ય ઇંધણ છે. બ્રેઇન (મગજ), સ્નાયુ અને શરીરના અન્ય અંગોના કાર્ય ગ્લુકોઝની મદદથી જ થાય છે. ગ્લુકોઝ એ કુદરતે બનાવેલ જાદુઇ પદાર્થ છે જે દરેક પ્રાણીને શક્તિ આપે છે. વૈજ્ઞાનિકો આ ગ્લુકોઝને જાણે છે, સમજે છે. પરંતુ આ જાદુઇ પદાર્થનું નિર્માણ તો વનસ્પતિ માત્ર, સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન જેવા સાદા તત્વોની મદદથી બનાવી શકે છે.

શરીર એક સુગર ફેક્ટરી :
 

કોઇપણ વ્યક્તિ ભોજન લે છે ત્યારે તે ભોજનમાં ખોરાક પ્રોટીન, ફેટ અથવા તો કાર્બોહાઇડ્રેટના રૂપમાં હોય છે. આ પછી શરીરમાં જઠ્ઠર, આંતરડા, સ્વાદુપિંડ અને અન્ય અંગની મદદથી આ પ્રોટીનને તોડીને તેના નાના નાના કણ એટલે કે એમીનો એસિડ બનાવે છે. ફેટમાંથી ફેટી એસિડ બનાવે છે અને કાર્બોહાઇડ્રેટ (સ્ટાર્ચ)માંથી ગ્લુકોઝ બને છે.

  Untitled Document