Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૦૯. પી.પી.બી.એસ.

પોસ્ટ પ્રાન્ડીયલ બ્લડ સુગર (પી.પી.બી.એસ.):
 

જમ્યા પછી બ્લડ સુગર લેવલ ખુબ વધી જાય છે. કારણ કે જમ્યા પછી ખોરાકમાં રહેલ ગ્લુકોઝ લોહીમાં ભળે છે. આ ઉંચા બ્લડ ગ્લુકોઝ લેવલને પહોંચી વળવા પેનક્રીઆઝ (સ્વાદુપિંડ) ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરે છે જે લોહીમાં ભળે છે. આ ઈન્સ્યુલીન શરીરના દરેક કોષના દરવાજા ઈન્સ્યુલીન માટે ખોલી નાંખે છે.

આથી ગ્લુકોઝ શરીરના અલગ અલગ કોષમાં પહોંચી જાય છે. હવે જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે તેના શરીરમાં ઈન્સ્યુલીન બહુ ઓછો બને છે અથવા બનતો જ નથી. તેથી લોહીમાં જમ્યા પછી ભળેલ ગ્લુકોઝ લોહીમાં જ રહે છે અને જમ્યા પછીનું ગ્લુકોઝ લેવલ ઉંચું આવે છે.

પી.પી.બી.એસ. જમ્યા પછી બે કલાકે લેવામાં આવે છે. અહીં બે કલાકથી વધુ વખત થઇ જાય તો ગ્લુકોઝના રીડીંગમાં ફરક પડી જાય છે. આથી જમ્યા પછીના પોણા બે કલાકે લેબોરેટરીમાં પહોંચી જવાનું અમે દર્દીને જણાવીએ છીએ. એમ.ડી.પાસ કર્યા પછી કામ કરવાનું શરૂ કર્યું તે સમયે મારી પાસે એક ચુનીભાઇ નામના દર્દી આવ્યા. તેમણે પી.બી.એસ. વિશે અનેક સવાલ કરી લીધા. જમવાનો ક્યો સમય નોંધવો ? જમ્યા પહેલાનો કે જમ્યા પછીનો ? વિ.વિ. તેથી મેં એમને સમજાવ્યું કે જમવાનું શરૂ કરો એટલે મોંઢામાંથી જ ગ્લુકોઝ લોહીમાં ભળવા લાગે છે. આથી તે સમય નોંધવો. બાર વાગ્યે જમવાનું શરૂ કરો તો બે વાગ્યે પી.પી.બી.એસ. લેવાનું હોય.

તે દિવસે જ બપોરે ચુનીભાઇ પી.પી.બી.એસ. (જમ્યા પછીની ગ્લુકોઝની તપાસ) માટે આવી ગયા. એટલે મેં એમનું લોહી લેવાની તૈયારી કરવા માંડી તો મને કહે "આ ઘડિયાલમાં બાર વાગ્યા ત્યારે હું જમવા બેઠે. એમાં મેં બે વાગ્યાનો એલાર્મ મુકેલ છે. આથી તે એલાર્મ વાગે ત્યારે લોહી લેવાનું છે." થોડી વારમાં એલાર્મ વાગ્યો અને અમે બ્લડ લીધું. આટલી બધી ચોકસાઇની જરૂરિયાત નહીં. બે કલાકથી પાંચ મિનિટ આમથી તેમ થાય તો ચાલે પણ અડધી કલાક ન ચાલે. લોહી સાથે પેસાબનો નમુનો લઇ તેમાં સુગરની તપાસ કરવામાં આવે છે.

ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ (જી.ટી.ટી.):

શરીરની ગ્લુકોઝની પચાવવાની ક્ષમતાનું પરીક્ષણ આ તપાસ દ્વારા કરવામાં આવે છે. આ માટે ચોક્કસ પ્રમાણમાં (પ૦ ગ્રામ, ૭પ ગ્રામ કે ૧૦૦ ગ્રામ) ગ્લુકોઝનું પાણી દર્દીને ભુખ્યા પેટે, લોહી લઇને પછી પીવડાવવામાં આવે છે. ગ્લુકોઝ પીધા પછી એક કલાકે, બે કલાકે અને ત્રણ કલાકે લોહી લેવામાં આવે છે. આ બેથી ત્રણ કલાક વચ્ચે કંઇપણ ખાવાની પીવાની કે કોઇ જાતની કસરત કે સિગારેટ પીવાની મનાઇ હોય છે.

અહીં લોહીના નમુના સાથે પેશાબમાં પણ સુગરની તપાસ કરવામાં આવે છે. અહીં એક સવાલ એ પણ થાય કે ફાસ્ટીંગ બ્લ્ડ સુગર (નયણા કોઠે લીધેલ લોહી) અને પોસ્ટ પ્રાન્ડીયલ બ્લડ સુગર (જમ્યા પછી બે કલાકે લીધેલ લોહી-પી.પી.બી.એસ.) આ બે તપાસ તો છે જ પછી આ નવી તપાસ કરવાની શી જરૂરીયાત છે ? અને આ તપાસ ક્યારે કરાવવી જોઇએ ?

જે લોકોને વારસાગત ડાયાબિટીસ હોય, અથવા જે વ્યક્તિમાં ડાયાબિટીસનું નિદાન કરવાનું હોય અથવા એક વખત સુગરના રીઝલ્ટ ઉંચા આવ્યા હોય.

યાદ રાખો એક વખત બ્લડ સુગર ઉંચુ આવે તો ફરીથી તપાસ

અન્ય દિવસે કરીને પછી જ નિદાન ડાયાબિટીસનું થાય છે.

ઓ.જી.ટી.ટી. (Oral Glucose Tolerance Test) ક્યારે કરવામાં આવે છે ?

સગર્ભાવસ્થા દરમ્યાન ડાયાબિટીસનું નિદાન કરવા માટે આ તપાસ કરવામાં આવે છે.

સગર્ભાવસ્થાના ૨૪ થી ૨૮ માં અઠવાડીયા દરમ્યાનમાં અઠવાડીયા દરમ્યાન આ તપાસ કરવામાં આવે છે.

આ તપાસ નીચે જણાવેલ દર્દીમાં અત્યંત જરૂરી છે.

(૧) જો આગલી પ્રેગનન્સીમાં જસ્ટેશનલ (ગર્ભાવસ્થાનો) ડાયાબિટીસનું નિદાન થયું હોય.

(૨) જો તમે અગાઉ ૮.૮ પાઉન્ડ (૪ કિલોના) કે તેથી વધુ વજનવાળા બાળકને જન્મ આપ્યો હોય.

(૩) જો દર્દીની ઉંમર ૨૫ વર્ષથી ઓછી હોય અને પ્રેગનન્સી પહેલા પણ વજન વધારે હોય.

(૪) જે સ્ત્રીઓને પોલીસીસ્ટીક ઓવેરયન ડીઝીઝ હોય તેમને પણ ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે.

ગ્લુકોઝ ટોલરન્સટ ટેસ્ટ (જી.ટી.ટી.) કરાવતા પહેલાની તૈયારી :


 

તપાસની અગાઉના ત્રણ દિવસ દરમ્યાન બેલેન્સ્ડ (સમતોલ) ખોરાક લેવો જરૂરી છે કે જેમાં ૧૫૦ થી ૨૦૦ ગ્રામ કાર્બોહાડ્રેટ ઓછામાં ઓછો લેવો જરૂરી છે. ફળો, રોટલી, ભાખરી, કઠોળ, ઓખા અને ખુબજ સ્ટાર્ચ ધરાવતાં શાકભાજી જેવા કે બટેટા, બીન્સ અને મકાઇ ઊંચા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવે છે.

ધુમ્રપાન, મદિરાપાન, કસરત કે પછી કોઇપણ જાતનો ખોરાક લોહી લેવાના પહેલાના આઠ કલાકમાં ન લેવો.

તમારા ડોક્ટરને તમે જે જે દવાઓ લેતા હો તેના વિશે માહિતી આપવી.

જી.ટી.ટી. ની તપાસ કઇ રીતે કરવામાં આવે છે ?

 

ભૂખ્યા પેટે તમે લેબ પર આવશો ત્યારે પહેલું લોહીનું સેમ્પલ (નમુનો) તથા પેશાબ લેવામાં આવશે.

આ પછી ગ્લુકોઝવાળું ગળ્યું પીણું તમને આપવામાં આવશે. આ પીણામાં ૭૫ થી ૧૦૦ ગ્રામ ગ્લુકોઝ ઓગાળવામાં આવેલ હોય છે. કોઇ કોઇ વ્યક્તિને આ અત્યંત મીઠા પીણાથી મોળ આવે છે અને ઉલટી થઇ શકે છે. આથી જો જરૂરી લાગે તો તેમાં થોડું લીંબુ નાંખવાથી અથવા મીઠું કે કોઇ ફ્લેવર ભેળવવાથી તે અટકાવી શકાય છે.

સગર્ભા સ્ત્રીઓમાં ડાયાબિટીસની તપાસ માટે કરવામાં આવતા જી.ટી.ટી.માં ૧૦૦ ગ્રામ ગ્લુકોઝવાળું પીણું આપવામાં આવે છે.

આ પીણું લીધા બાદ ૧, ૨ અને ૩ કલાકે લોહી લેવામાં આવે છે. ક્યારે અને કેટલી વખત લોહી લેવું એ ફીજીશ્યન નક્કી કરે છે.

આ દરેક લોહીના સેમ્પલ સાથે પેશાબમાં સુગરની તપાસ કરવામાં આવે છે. પરંતુ સગર્ભા સ્ત્રીઓના પેશાબમાં લેકટોઝ હોવાથી તે પોઝીટીવ આવી શકે છે.

જી.ટી.ટી.ની તપાસના પરિણામોઃ

નોરમલ ગ્લુકોઝ વેલ્યુ એક લેબથી બીજી લેબની અલગ અલગ હોય છે.

૧૦૦ ગ્રામ ગ્લુકોઝ આપ્યા પછી જી.ટી.ટી.ના પરિણામ

(સગર્ભા સ્ત્રીઓ માટે):

ભૂખ્યા પેટે

૧૫ મી.ગ્રા./ડી.એલ. અથવા ૫.૨ મી.મોલ/લીટરથી ઓછું.

ગ્લ્કોઝ લીધાના ૧ કલાક પછી

૧૮૦ મી.ગ્રા./ડી.એલ. અથવા ૧૦ મી.મોલ/લીટરથી ઓછું.

ર કલાક પછી

૧૫૫ મી.ગ્રા./ડી.એલ. અથવા ૮.૬ મી.મોલ/લીટરથી ઓછું.

૩ કલાક પછી

૧૪૦ મી.ગ્રા./ડી.એલ. અથવા ૭.૭ મી.મોલ/લીટરથી ઓછું.


 

જે સ્ત્રીઓને પોલીસીસ્ટીક કીડની ડીઝીઝ હોય તે બધી જ સ્ત્રીઓની જી.ટી.ટી. તપાસ કરાવવી જોઇએ અને આ તપાસ માટે ૭૫ ગ્રામ ગ્લકોઝનું પીણું પીવડાવ્યા બાદ બે કલાકે લોહી લેવામાં આવે છે. બે કાલક પછી લોહીમાં ગ્લુકોઝની વેલ્યુ ૧૪૦ મી.ગ્રા./ડી.એલ. અથવા ૭.૮ મી.મોલ/લીટરથી ઓછી આવવી જોઇએ. (લોહીમાં ૧ મીલીમોલ/લીટર ગ્લુકોઝ એટલે ૧૮ મી.ગ્રા./ડી.એલ. ગ્લુકોઝ).

ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ (ઓ.જી.ટી.ટી.)

(ગર્ભાવસ્થા ન હોય તેવી વ્યક્તિ માટે)

આ તપાસ જ્યારે ડાયાબિટીસની શંકા હોય અથવા જેમને ડાયાબિટીસ થવાની શક્યાતા હોય દા.ત. જેમના કુટુંબમાં ડાયાબિટીસ હોય અથવા જેમનું વજન સામાન્ય કરતા ઘણું વધારે હોય તે સમયે કરવામાં આવે છ. આ તપાસ માટે પણ ભૂખ્યા પેટે (૮ કલાક પહેલા ભોજન લીધેલ હોવું જોઇએ) કરવામાં આવે છે. તપાસ દરમ્યાન કોઇપણ પ્રકારની કસરત, ધુમ્રપાન કે ખોરાકની મનાઇ હોય છે. ભૂખ્યા પેટે લોહી લીધા પછી ૭૫ ગ્રામ ગ્લુકોઝ ઓગાળેલ પીણું લેવામાં આવે છે અને એ પછી ૧ કલાકે અને બે કલાકે  લોહી લેવામાં આવે છે.

ભૂખ્યા પેટે સુગરઃ

નોરમલ ગ્લુકોઝ

૭૦.૦ થી  ૯૯.૦ મી.ગ્રા./ડી એલ અથવા ૩.૯ થી ૫.૫ મી. મોલ/લીટર.

પ્રી ડાયાબિટીસ

૧૦૦ થી ૧૨૫ મી.ગ્રા./ડી એલ અથવા ૫.૬ થી ૬.૯ મી મોલ/લીટર.

ડાયાબિટીસની શક્યતા

૧૨૬.૦ મી. ગ્રા./ડી.એલ. અથવા ૭.૦ મી મોલ/લીટર થી વધારે.

ઓછામાં ઓછા બે અલગ અલગ દિવસે લોહીની તપાસ દરમ્યાન આવેલ પરિણામમાં ૧૨૬ મી.ગ્રા/ડી એલથી વધારે સુગર આવવી જોઇએ.

ઓરલ જીટીટી (ગર્ભાવસ્થાના ડાયાબિટીસ માટે અલગ પરિણામ હોય છે જે આ પછી જણાવવામાં આવેલ છે.) ૭પ મી.ગ્રા. ગ્લુકોઝનું પીણું પીધા પછીના બે કલાકે લેવાતી બ્લડ સુગર.

નોરમલ જી.ટી.ટી.

૧૪૦ મી.ગ્રા./ડી એલ થી ઓછુ અથવા ૭.૮  મી. મોલ/લીટર થી ઓછું.

પ્રી ડાયાબિટીસ

૧૪૦ થી ૨૦૦ મી.ગ્રા./ડી એલ અથવા ૭.૮ થી ૧૧.૧૧ મી. મોલ/લીટર

ડાયાબિટીસ

૨૦૦ મી.ગ્રા./ડી એલ થી વધારે અથવા ૧૧.૧ મી. મોલ/લીટર થી વધારે

આવુ પરિણામ આવે તો ફરી જમ્યા પછી બે કાલકે બ્લડ સુગર કરવી. ડાયાબિટીસના નિદાન માટે બે અલગ અલગ સમયે એબનોર્મલ પરિણામ જરૂરી છે.

જી.ટી.ટી. (ગર્ભાવસ્થા દરમ્યાન થતા ડાયાબિટીસ માટે):

ભૂખ્યા પેટે

૯૫ મી.ગ્રા/ડી એલ અથવા ૫.૨ મી મોલ/લીટર થી ઓછું.

ગ્લુકોઝ લીધાના ૧ કલાક પછી

૧૮૦ મી.ગ્રા./ડી એલ થી ઓછું અથવા ૧૦.૦ મી. મોલ/લીટર થી ઓછું.

૨ કલાક પછી

૧૫૫ મી.ગ્રા/ડી એલ થી ઓછું અથવા ૮.૬ મી.મોલ/લીટર થી ઓછું.

૩ કલાક પછી

૧૪૦ મી.ગ્રા./ડી એલ થી ઓછું અથવા ૭.૮ મી. મોલ/લીટર થી ઓછું.

લોહીમાં ગ્લુકોઝની ઊંચી માત્ર હોવાના કારણો - (હાય બ્લડસુગરના કારણો)

લોહીમાં ગ્લુકોઝનું લેવલ ઊંચું આવવાના અનેક કારણો છે. જેમ ડાયાબિટીસ મેલીટસ (મધુપ્રમેહ) એ એક કારણ છે. એજ રીતે ઊંચા બ્લડ સુગરના બીજા પણ કારણો છે જેવા કે દવાઓ-સ્ટીરોઇડ, નીયાસીન, ડાયલેન્ટીન, અને બ્લડ પ્રેસરની અમુક દવાઓ.

 • ખુબ જ તાણ હોય અથવા સ્ટ્રેસ હોવો.
 • લોહીમાં કોટીસોલ (સ્ટીરોઇડ હોરમોન) નું ઊંચું લેવલ (Scushing Syndrome.)
 • વારસાગત રોગો જેવા કે સીસ્ટીકફાઇબ્રોસીસ, ફીઓ ક્રોમોસાયટોમા, હીમોક્રોમેટોસીસ.
 • ગ્રોથ હોરમોનનો ઊંચી માત્રામાં સ્ત્રાવ કરનાર રોગ એક્રોમેગાલી

લોહીમાં ગ્લુકોઝની નીચી માત્રામાં હોવાના કારણો - (લો બ્લડસુગરના કારણો)

 • ડાયાબિટીસ માટે અપાતી ઓરલ હાયપો ગ્લાયસેમીક દવાઓ; બલડ પ્રેસરની દવા
          (દા.ત.પોપાનોલોલ); એન્ટીડીપ્રેસન્ટ (દા.ત.આઇસોકાર્બોકસાઝીડ)
 • સીલીઆક ડીઝીઝ જેમાં આંતરડામાં ખોરાકનું પાંચન નથી થતું.
 • શરીરમાં સ્ટીરોડ હોરમોનનું ઉત્પાદન ઓછું થાય એવા (એડીસન્સ ડીઝીઝ).
 • થાયરોડ ગ્રંથીના રોગ જેવા કે હાયપોથાયરોઇડીઝમ.
 • પ્રેનક્રીઆઝ (સ્વાદુપિંડ)માં ગાંઠ (ઈન્સ્યુલીનોમાં).
 • લીવર સીરોસીસ.

લોહીમાં સુગરની તપાસ પર નીચેના સંજોગોમાં રીપોર્ટ પર અસર થઇ શકે છે. માટે તમારે તે વિશે ડોક્ટરને અથવા તપાસ લેનાર પેથોલોજીસ્ટને જાણ કરવી.

 • દવા જેવી કે સ્ટીરોઇડ, ડાયુરેટીકસ, એન્ડી એપીલેપ્ટીક દવા, કુટુંબ નિયોજન માટેની ગોળી, બ્લડ પ્રેસરની દવા.
 • મદિરા પાન.
 • હાલમાં થયેલ સર્જરી, હાર્ટએટેક કે સુવાવડ થી પણ અસર થઇ શકે.
 • તપાસ દરમ્યાન ઉલટીઓ થવી.
 • માનસિક તાણ.
 • તાવ અથવા કોઇ ઇન્ફેકશન.

પેશાબનું પરિક્ષણ

સામાન્યતઃ તંદુરસ્ત માણસના પેશાબમાં સુગર નથી હોતી. જ્યારે લોહીમાં સુગર (ગ્લુકોઝ)નું પ્રમાણ ૧૮૦ મી. ગ્રા./ડી એલ (૧૦.૦ મી ઓલ/લીટર) થી વધે છે. ત્યારે જ પેશાબમાં સુગર આવે છે. આ સુગરના પ્રમાણને અથવા માત્રાને રીનલ થ્રેસોલ્ડ કહેવામાં આવે છે. મોટા ભાગના વ્યક્તિઓમાં આ રીનલ થ્રેસોલ્ડ ૧૮૦ મી.ગરા/ડી એલ હોય છે. પરંતુ ઘણામાં આ રીનલ થ્રેસસોલ્ડ ૧૮૦ મી.ગ્રા./ડી એલથી ઓછો હોય છે અથવા વધુ પણ હોય શકે છે.

દા.ત.જો આ રીનલ થ્રેસોલ્ડ કોઇ વ્યક્તિમાં ૧૮૦મી.ગ્રા./ડી એલથી ઓછો એટલે ૧૧૦મી.ગ્રા./ડીએલ છે. તો આવી વ્યક્તિમાં ડાયાબિટીસ ન હોય તો પણ પેશાબમાં સુગર આવી શકે અને ઘણી વખત તો અકારણ આવી વ્યક્તિઓ ડાયાબિટીસનો રોગ છે એમ માની ગભરાઇ જાય છે.

ગર્ભાવસ્થા દરમ્યાન આ રીનલ થ્રેસોલ્ડ ઘટી જાય છે. બાળકોમાં પણ આ થ્રેસોલ્ડ ઓછો હોય છે. તેથી ઉલટું ઘણી વ્યક્તિઓમાં આ પ્રેસોલ્ડ ઊંચો હોવાથી બ્લડ સુગર ઊંચું હોવા છતાં પેશાબમાં સુગર નથી આવતી. આથી માત્ર પેશાબમાં સુગરની તપાસ પર ડાયાબિટીસની સારવાર કે નિદાન થઇ ન શકે.

વળી પેશાબમાં સુગર ન હોય ત્યારે લોહીમાં ૦ થી ૧૬૦ વચ્ચે સુગર હોઇ શકે આથી પણ ડાયાબિટીસનું નિદાન માત્ર પેશાબની તપાસ દ્વારા ન થઇ શકે.

પેશાબની તપાસ કરવામાં સુગરની માત્રા જાણવા મળે છે. આ સુગરની માત્રા છેલ્લા થોડા કલાકોમાંની બ્લડ સુગર પર આધારિત છે. આ પેશાબમાં સુગરની તપાસ તત્કાલીન (તે સમયે) થયેલ બ્લડ સુગરના સંદર્ભે નથી હોતી. પરંતુ તે છેલ્લા થોડા કલાકોમાંની બ્લડ સુગરનો નિર્દેશ કરે છે.

પેશાબમાં સુગરના પરીક્ષણની બે રીત છે. (૧) બેનેડીક્સ ટેસ્ટ અને (૨) કાગળની પટ્ટી દ્વારા સુગરની તપાસ.

બેનેડીકસ ટેસ્ટ

બેનેડીકસ ટેસ્ટ પાંચ મીલીલીટર બેનેડીકસ્ટ તપાસ માટેનું દ્રાવણ ટેસ્ટ ટ્યુબમાં લઇ તેમાં આઠ ટીપા નાખી ઊકાળવામાં આવે છે આ તપાસ થોડી લાંબી અને વૈજ્ઞાનિક પ્રયોગોની આવડત માંગી લે છે.

કાગળની પટ્ટી દ્વારા પેશાબની તપાસ :

અહીં કાગળની પટ્ટીના એક છેડે રસાયણોનું પાતળું પડ લગાવેલ હોય છે. આ પટ્ટી તૈયાર મળે છે અને બોટલમાં રાખવામાં આવે છે. આ બોટલને એરટાઇટ રાખવી જરૂરી છે કારણ કે ભેજ લાગવાથી આ પટ્ટીની વિશ્વસનીયતા ઘટી જાય છે.

પદ્ધતિઃ

કાગળની પટ્ટીનો રસાયણ વાળો ભાગ પેશાબમાં એકથી બે સેકંડ ડૂબાડી રાખવામાં આવે છે પછી પટ્ટી બહાર કાઢી તેના પર લાગેલ પેશાબના ટીપા ખંખેરી નાખવા. આ પછી પટ્ટ્ સાથે આવેલ કાગળમાં જણાવેલ નિશ્ચિત સમય માટે રાહ જોવી. આ બાદ પટ્ટીના રસાયણ લગાવેલ છેડા પરના રંગને બોટલ પર ચોંટાડેલ રંગના ચાર્ટ સાથે સરખાવો અને તે પરથી પેશાબના ગ્લુકોઝના પ્રમાણનું તારણ કાઢવું.

અપૂરતા પ્રકાશમાં રંગની સરખામણી કરવાથી, ગરમી, પ્રકાશ અથવા ભેજથી ખરાબ થયેલ પટ્ટી દ્વારા તપાસ કરવાથી કે પછી નિશ્ચિત કરેલા સમય બાદ પટ્ટીને તપાસવાને બદલે લાંબા સમય બાદ તપાસવાથી તપાસમાં ભૂલ આવી શકે છે.

ભૂખ્યા પેટે પેશાબની તપાસ માટે પહેલો પેશાબ સવારમાં જે થાય તે આખી રાત્રિ દરમ્યાન એકઠો થયેલ પેશાબ છે. માટે એ પેશાબની તપાસ ન કરવી. પરંતુ એ પછી અધડી કાલકે બીજા પેશાબનો નમુનો લઇ તપાસ કરવી અને વચ્ચે કશુ ન ખાવું. આ બીજી વારના પેશાબના ગ્લુકોઝનું પ્રમાણ સવારની અડધી કલાકમાં થયેલ પેશાબના ગ્લુકોઝ વિશે માહિતી આપે છે.

પેશાબમાં ગ્લુકોઝ પરિક્ષણનું મહત્વઃ

ડાયાબિટીસનું પ્રથમ નિદાન ઘણી વખત પેશાબમાં સુગર પોઝીટીવ આવવાથી થતું હોય છે. દવાની માત્રા નક્કી કરવા અને ડાયાબિટીસ કાબુમાં છે કે નહી તે જાણવા માટે આ પરિક્ષણ કરવામાં આવે છે. આ પરિક્ષણ ભૂખ્યા પેટે, જમ્યા પછી બે કલાકે અને રાત્રે સૂતા પહેલા કરવી જોઇએ. જો આ ત્રણે વખત પેશાબમાં સુગર ન આવે તો ડાયાબિટીસનું નિયંત્રણ બરાબર છે.

જે બાળકોને ડાયાબિટીસ હોય તેના માતાપિતાએ આ તપાસ શીખી લેવી જરૂરી છે. આ તપાસ સરળ છે અને થોડા સમયમાં જ થઇ જાય  છે. જો આ તપાસ કરવી હોય તો નિયમિત પણે કરી તેની નોંધ રાખવી જરૂરી છે. કોક વખત કરેલી તપાસનો કોઇ ફાયદો નથી.

ઇન્ય્સુલીન કે ટીકડી દ્વારા કરવામાં આવતી સારવારની શરૂઆતના ગાળામાં રોજ પેશાબની તપાસ કરવી જોઇએ.

ક્યારેક કોઇ ચેપ લાગ્યો હોય, તાવ આવ્યો હોય, ઝાડા-ઊલ્ટી થયા હોય ત્યારે આ તપાસ રોજ કરવી જોઇએ.

જેમણે ડાયાબિટીસની દવાથી રોગનું નિયંત્રણ કરી લીધેલ હોય તેમણે અઠવાડીયામાં બે વખત પેશાબની તપાસ કરવી.

પેશાબમાં કીટોનની તપાસઃ

લોહીમાં જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ વધી જાય અને પુરતુ ઈન્સ્યુલીન ન બનતુ હોય તો કીટોન બનવા લાગે છે. આ કીટોનને કારણે શરીરમાં કીટોસીસ થાય છે. અને કીટોનનું પ્રમાણ ખૂબ વધી જાય તો દર્દી બેભાન પણ થઇ જાય. આથી જ્યારે ડાયાબિટીસના દર્દીને કોઇ ચેપ લાગ્યો હોય, તાવ આવ્યો હોય ત્યારે કીટોનની પેશાબમાં તપાસ કરવી અત્યંત જરૂરી છે.

જ્યારે કોઇ વ્યક્તિ પવાસ પર હોય અથવા ઉલ્ટી દ્વારા ખોરાક નીકળી જતો હોય ત્યારે પણ પેશાબમાં કીટોન આવે છે.

પેશાબમાં કીટોનની તપાસ એક છેડે રસાયણનું પાતળું થર લગાડેલ પટ્ટી દ્વારા કરવામાં આવે છે. રસાયણ લાગવેલ પટ્ટીનો છેડો પેશાબમાં ડૂબાડી કાઢી લેવો. ૧૫ સેકંડ બાદ એ છેડાનો રંગ ધ્યાનથી જોવો. આ રંગની બોટલ પર આપેલ ચાર્ટ સાથે સરખાવી કીટોનની હાજરી તથા તેનું પ્રમાણ જાણી શકાય છે.

ગ્યાયકોસીલેટેડ હિમોગ્લોબીન (Hb A1 C or Glycosylated Hemoglobin) :

"આજે મિઠાઇ ખાઇ લે. બ્લડ સુગર અઠવાડીયા પછી કરાવજે. ડોક્ટર સાહેબને ક્યાં ખબર પડવાની છે." આવા સંવાદ ડાયાબિટીસ પેશન્ટસ વચ્ચે ઘણી વખત સાંભળવા મળે છે. કારણકે બ્લડ સુગર વધારે આવે એટલે તુરંત ડોક્ટર પૂછશે કે "લગ્નમાં મીઠાઇ ખાધી હતી ?" એટલે ખાઇને પછી અઠવાડીયે તપાસ કરાવીએ તો ડોક્ટરને ક્યાંથી ખબર પડવાની ?

પણ હવે તો વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે તમે છેલ્લા ત્રણ મહિનામાં સુગરનો કન્ટ્રોલ કેવો રાખેલ છે એ બધી માહિતી એક તપાસ કરીએ અને મળી જાય. આવી એક તપાસ છે ગ્લાયકોસીલેટ હીમોગ્લોબીન.

સૌ પહેલા તો હીમોગ્લોબીન એટલે શું એ આપણે સમજીએ. લોહીનો લાલ રંગ લોહીમાંના રકતકણમાં રહેલ લાલ રંગના પ્રોટીન હિમોગ્લોબીનને લીધે છે. આ હિમોગ્લોબીન ઓકસીજન શરીરના દરેક અંગને પહોંચાડવાનું મુશ્કેલ કાર્ય કરે છે. પુખ્ત વયના તંદુરસ્ત માણસનાં લોહીમાં HbAનો ભાગ લગભગ ૯૭% હોય છે. આ HbA A1નો એક ભાગ HbA A1c તરીકે ઓળખાય છે.

રક્તકણો સાથે લોહીમાં રહેલ ગ્લુકોઝ જોડાય છે. ગ્લુકોઝ અને હિમોગ્લોબીનના સંયોજનથી ગ્લાકોસીલેટેડ હિમોગ્લોબીન અથવા GHbA1orGHb બને છે. જેટલું લોહીમાં ગ્લુકોઝ વધારે એટલું હિમોગ્લોબીનનું સંયોજન ગ્લુકોઝ સાથે વધારે થાય છે. રક્તકણનું આયુષ્ય ૧ર૦ દિવસ છે આથી આ પરિક્ષણ કરવાથી આગલા ત્રણ મહિના દરમ્યાન ગ્લુકોઝનું પ્રમાણ લોહીમાં કેટલું હશે તેનો ખ્યાલ આવે છે. 

સામાન્યતઃ કોઇ પણ વ્યક્તિમાં નોરમલ HbA, C ૪ થી ૬ ટકા હોય છે. HbA, C પર તમે કરેલ કસરત, તમે છેલ્લા ત્રણ મહિનામાં ખાધેલ મીઠાઇ, આહારની નિયમિતતા તથા તમે આહારમાં પાળેલ પરેજી વગેરે માહિતી આપે છે. વળી HbA, C પર તમે લીધેલ દવા, લોહી લેવાનો સમય વગેરેથી અસર નથી થતી. આથી દિવસના ગમે તે સમયે તપાસ માટે લોહી લઇ શકાય છે.

લાંબો સમય સુધી ઉંચા રહેલા ગ્લુકોઝ લેવલે શરીરના અંગ જેવા કે કીડની, આંખ, હૃદય અને મગજની નસને નુકસાન પહોંચાડે છે. આથી આ તપાસનો ઉપયોગ કિડની, આંખ, હૃદયને થતું નુકસાન ઓછું કરવા અથવા અટકાવવા માટે થાય છે. આ ઉપરાંત ડોક્ટરને તથા દર્દી ને દવા અને દવાથી થતા ડાયાબિટીસ કન્ટ્રોલ વિશે માહિતી આપે છે.

આ તપાસ બે દિવસ પહેલા સુગર ખૂબ ઘટી ગઇ હોય કે પછી કોઇ ચોક્કસ સમયે વધી ગઇ હોય તો માહિતી નથી આપતી. આ તપાસ વડે છેલ્લા બે થી ત્રણ મહિનામાં બ્લડ સુગર સરેરાસ કેટલી હતી તે જતાવે છે.

લોહીમાં હિમોગ્લોબીન ઘટી ગયું હોય ત્યારે HbA, Cનો આંક ખોટો (એટલે કે હોય તેના કરતાં ઓછો) બતાવે છે.

અમેરિકન ડાયાબિટીસ એસોસીએશનની સૂચના મુજબ

-          જે દર્દી ઇન્સ્લીન લેતા હોય એમણે વર્ષમાં ૪ વખત HbA, Cની તપાસ કરાવવી જોઇએ.

-          જે દર્દી ઈન્સ્યુલીન ન લેતા હોય એમણે વર્ષમાં બે વખત HbA, Cની તપાસ કરાવવી જોઇએ.

જે દર્દીમાં ડાયાબિટીસનું નિયંત્રણ (કન્ટ્રોલ) સારું ન હોય અથવા નવું નિદાન થયેલ ડાયાબિટીસના દર્દીમાં HbA, C આથી વધારે વખત પણ કરાવવું પડે.

લોહીમાં HbA, C નું પ્રમાણઃ

સામાન્યતઃ લોહીમાં HbA, Cનું પ્રમાણ ૪ થી ૬ ટકા હોય છે. આ પ્રમાણમાં ૧% નો બદલાવ એટલે લગભગ ૩૦મી.ગ્રા./ડી એલ અથવા ૧.૬૭ મીલીમોલ/લીટરનો સરેરાશ બ્લડ સુગર લેવલનો ફેરફાર દા.ત.૬% ટકા HbA, C એટલે ૧૩પ મી.ગ્રા./ડી એલ સરેરાશ બ્લડ સુગર લેવલ જ્યારે નવ ટકા HbA, C એટલે ર૪૦ મી.ગ્રા./ડી એલ (૧૩.પ મીલી/લીટર) સરેરાશ બ્લડ સુગર લેવલ.

ડાયાબિટીસના દર્દીઓમાં HbA, C લગભગ ૬% ટકા જેટલું હોવું જોઇએ.

HbA, Cનું સરેરાશ બ્લડ સુગર કેટલું તે માપવાની રીત, લેબોરેટરી અને લોહીના રક્તકણના આયુષ્ય પર હોય છે. આથી સરેરાશ સુગર કેટલી હશે તે લેબોરેટરીવાળા જ ગણીને આપે છે.

જો કોઇ દર્દીના હીમોગ્લોબીનમાં કોઇ પ્રકારનો રોગ હોય જેમ કે સીકલ હિમોગ્લોબીન તો આ તપાસ એવા દર્દીને માટે વાપરી ન શકાય.

માઇક્રો આલ્બ્યુમીનઃ

ભારતને આમ તો ડાયાબિટીસની રાજધાની ગણવામાં આવે છે. લગભગ ૩.પપ કરોડ લોકોને ભારતમાં ડાયાબિટીસ છે. ૨૦૨૫ ની સાલમાં આ સંખ્યા વધીને ૫.૭ કરોડ થશે. આ સંખ્યાનો વધારો ડાયાબિટીસ ટાઇપ ટુ ના દર્દીઓમાં થતા વધારાને કારણે છે. આ વધારાની સાથે ડાયાબિટીસ દ્વારા થતી કોમ્પ્લીકેશન જેવા કે રેટાઇનોપથી, (આંખમાં થતી આડ અસર કે જેમાં અંધાપો આવી શકે), નેફ્રોપથી (કીડની ફેલ્યોર) માં પણ ખૂબ વધારો થશે.

નીતીનભાઇની ઉંમર ૫૬ વર્ષની છે અને છેલ્લા ચૌદ વર્ષથી તેમને ડાયાબિટીસ છે. ડાયાબિટીસની દવા પણ નિયમિત પણે લે છે. બ્લડ સુગર દર ત્રણ મહિને કરાવતા રહે છે. અચાનક એક દિવસ એમને પગમાં બૂટ ચડતા ન હતા એમના પગ સોજી ગયા હતા. આથી એમના ડોક્ટરને તબિયત બતાવવા ગયા. ડોક્ટરે બધી તપાસ કરી નિદાન કર્યું કે તેમની કીડની બગડવા લાગી છે અને આંખમાં પણ ડાયાબિટીસની અસરની શરૂઆત છે.

ગયા વર્ષ સુધી નીતીનભાઇનો દર વર્ષનો ટ્રીટમેન્ટ માટેનો ખર્ચ રૂ.૮૪૦૦હતો. હવે તેમને કીડની કામ કરતી બંધ થઇ ગઇ હોવાથી હવે તેમને અઠવાડીયામાં ત્રણ વખત ડાયાલીસીસ કરાવવું પડે છે. હવે એક ડાયાલીસીસ પાછળ રૂ.લગભગ ૧૦૦૦/- નો ખર્ચ આવે છે. આમ વર્ષનો જે ખર્ચ હતો તે હવે ૧૫ દિવસનો ખર્ચ થઇ ગયો અને વાર્ષિક ર્ચ ડાયાલીસીસનો જ લગભગ દોઢ લાખ થઇ ગયો છે. આ કીડની ફેલ્યોર થવાની શરૂઆત થાય ત્યારે જ જાણ થઇ જાય તો કીડની ફેલ્યોગર અટકાવી તો ન શકાય પણ તેને આગળ વધતું અટકાવી તો શકાય. આ કીડનીની ખરાબ થવાની શરૂઆત થાય ત્યારે જ જો નિદાન કરવું હોય તો ડાયાબિટીસના દર્દીઓએ પેશાબમાં માઇક્રોઆલ્બ્યુમીન કરાવતા રહેવું જોઇએ.

માઈક્રોઅલ્બ્યુમીન એટલે શું ? :

આલ્બ્યુમીન એ એક લોહીમાં રહેલ પ્રોટીન છે. પેશાબમાં પ્રોટીન નથી હોતું. પરંતુ જ્યારે દર્દીની કીડનીને નુકશાન થાય છે ત્યારે લોહીમાંથી પેશાબમાં પ્રોટીન જાય છે. આ પ્રોટીન આલ્બ્યુમીન હોય છે. કીડનીને નુકશાન થાય એના શરૂઆતના સ્ટેજમાં પેશાબમાં માઇક્રોઆલ્બ્યુમીન એટલે કે ખૂબ ઓછા પ્રમાણમાં આલ્બ્યુમીન આવે છે.

આ માઇક્રોઆલ્બ્યુમીનની પેશાબમાં તપાસ કરવા માટે પેશાબ એકઠો કરવાની ત્રણ રીત છે.

-                      દિવસના કોઇ પણ સમયે પેશાબનું સેમ્પલ લઇ ટેસ્ટ કરવો.

-                      દિવસના કોઇ પણ સમયે લીધેલ પેશાબમાં માઇક્રોઆલ્બ્યુમીન અને ક્રીએટીનીનનો રેશિયો અથવા ચોક્કસ સમય (૪ કલાક) માટે ભેગા કરેલ પેશાબમાં આ તપાસ.

-                      ૨૪ કલાક માટે એકઠા કરેલ પેશાબના સેમ્પલમાં માઇક્રોઆલ્બ્યુમીન એક દિવસમાં કેટલું જાય છે તેની તપાસ.

આમાં સૌથી સારું પરિણામ ૪ થી ૨૪ કલાકમાં એકત્ર કરેલ પેશાબની તપાસમાં જ આવે છે.

પેશાબ લેતી વખતે તેમાં કોઇ બીજો કચરો (જેમ કે ટોઇલેટ પેપર, વાળ) કે મળ કે પછી લોહી, સાથે ન આવવા જોઇએ. તેનાથી રીપોર્ટ ખોટા આવે છે.

ક્યારે તપાસ કરાવવી જોઇએ?:

આ તપાસ વર્ષમાં એક વખત કરાવવી જોઇએ. પેશાબ લેતી વખતે કચરો ન આવે તેનું ધ્યાન રાખવું તપાસના સમયે દર્દીને તાવ કે પેશાબમાં રસી કે પછી હાઇ બીપી ન હોવા જોઇએ.

માઇક્રોઆલ્બ્યુમીન ડાયાબિટીસ સિવાય ક્યા રોગમાં વધી શકે છે ? :

હાયપરટેશન (હાઇ બ્લડ પ્રેશર અથવા લોહીનું ઊંચું દબાણ)

સંધિવા જેવા રોગ

ખૂબ જોમથી/જુસ્સાથી લાંબો સમય કરેલી કસરત

પેશાબમાં લોહી

પેશાબમાં રસી

કેટલીક દવા.

ઘરે બેઠા ગ્લુકોઝ માપવાના મશીન તથા તેનો ઉપયોગઃ

પેશાબમાં સુગર માપવા માટેની પટ્ટી વડે કોઇ પણ દર્દી ઘરે બેઠા આ સુગર માપી શકે છે. એ જ રીતે લોહીમાં સુગર માપવા માટે એવું મશીન છે જેમાં પટ્ટી દ્વારા લોહીની સુગર માપી શકાય. આ મીશનને ગ્લુકોમીટર કહે છે. આ ગ્લુકોમીટર અલગ અલગ કંપનીના આવે છે. જે કંપનીનું ગ્લુકોમીટર હોય તે જ કંપનીની પટ્ટી લેવાની હોય છે. આ ગ્લુકોમીટર પેનની સાઇઝ જેટલું હોય છે.

જે દર્દીઓને ગ્લુકોઝનો કંન્ટ્રોલ ચુસ્ત રીતે રાખવાની સલાહ આપી હોય તેમને આ મશીન ખૂબ ઉપયોગી બને છે. આવા દર્દીમાં સગર્ભા સ્ત્રી, જેમનું ગ્લુકોઝ ખૂબ નીચું ઉતરી જતું હોય તેવા દર્દીઓ, અને જેમને ડાયાબિટીસના નિયંત્રણ માટે ખૂબ મોટા પ્રમાણમાં ઈન્સ્યુલીનની જરૂર હોય તેવા દર્દીઓ.

જેમના ડાયાબિટીસની સારવાર માત્ર ખોરાકમાં ફેરફાર અથવા ટીકડીથી થઇ શકતી હોય અને ઈન્સ્યુલીનની જરૂર ન પડતી હોય તેઓ આવું મશીન ન લે તો પણ ચાલે.

-        સૌ પ્રથમ સ્પીરીટથી આંગળીના ટેરવાને સાફ કરો.

-        લાન્સેટ (ખાસ પ્રકારની સોય) અથવા સોય આંગળીના ટેરવાને મારી લોહીનું એક ટીપું કાઢો.

-        કાગળની પટ્ટીના ભાગ પર લોહીનું ટીપું મૂકો.

-        પટ્ટીને મશીનમાં મૂકી ગ્લુકોઝ કેટલું છે એ મશીનમાં આપો.

આ રીતે દરેક ગ્લુકોમીટરમાં એક કાગળમાં આપેલી હોય છે. અલગ અલગ કંપનીના ગ્લુકોમીટરમાં ગ્લુકોઝ માપવાની રીતમાં થોડો ઘણો ફેરફાર હોય છે. માટે ઘરે લ્ગુકોઝ માપતા પહેલા મશીન સાથે આવેલ કાગળ વાંચી એની રીત બરાબર સમજી અને પછી જ મશીન વાપરવું જો આ રીત ન સમજાય તો કંપનીના રીપ્રેસન્ટેટીવની સલાહ કે કોઇ ડોક્ટરનું માર્ગદર્શન લેવું. સમજ્યા વગર તપાસ કરવી હાનીકારક છે.

ગ્લુકોમીટર ખરીદતી વખતે ધ્યાન રાખવાની બાબતો.

-        જે કંપનીનું ગ્લુકોમીટર લો છો એ કંપની તમને કોઇ તકલીફ મશીનના વપરાશમાં થાય તો સહાય કરશે કે નહીં.

-        જે તે કંપનીની ગ્લુકોઝ માપવાની કાગળની પટ્ટી તમારા ગામમાં છે કે નહીં  ?

-        આ કાગળની પટ્ટી તમને આવનાર ૪-૫ વર્ષ સુધી મળશે એવી બાહેંધરી કંપની આપે તે જોવું જરૂરી છે.

-        ગ્લુકોમીટરની કિંમત અને એક પટ્ટીની કિંમત.

-        પટ્ટી જો ભેજવાળી થાય તો તે વાપરી શકાય નહીં.

-        પટ્ટીની એક્સપાયરી કેટલી છે તે ધ્યાન રાખવું.

-        પટ્ટીને ક્યાં રાખવી. ઉનાળામાં તાપમાન વધારે હોય તો ક્યા તાપમાન પર રાખવી આ બધી વાતનું ખૂબ ધ્યાન રાખવું.

  Untitled Document