Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર

ડાયાબિટીસ : લેબોરેટરી તપાસ

ગ્લુકોમીટર સાધન અને તેનો વપરાશ

સામાન્ય રીતે લોહીમાં સ્યુગર માપવા માટે દર્દીએ લેબોરેટરી જવું પડે છે અને ત્યાં નસમાંથી થોડુ લોહી લઇ તેની તપાસ કરી અમુક સમય પછી રીપોર્ટ આપવામાં આવે છે. આ પદ્ધતિની અવેજીમાં, ઘેર બેઠા ગ્લુકોઝ માપી શકાય તેવા નાનાં સાધનો મળે છે જેને ગ્લુકોઝમીટર તરીકે ઓળખવામાં આવે છે.

આ સાધનનો વપરાશ કરવા, તેની પટ્ટીને દર્દી દ્વારા મશીનની અંદર મુકવામાં આવે છે અને પછી દર્દી પોતે સોય જેવી તીક્ષ્ણ સાધનથી, આંગળીના વેઢામાંથી માત્ર એક ટીપુ લોહી લે છે અને પટ્ટી પર મૂકે છે. આટલુ કરતા. તુરંત અમુક સકડોમાં બ્લડ ગ્લુકોઝનો આંકડો આવી જાય છે. આમ તો ડાયાબિટીસના બધાં દર્દીઓને આ સાધન ઉપયોગી છે પણ તેનો ખાસ ઉપયોગ અમુક પરિસ્થિતિમાં છે.

જેવા કે....

(૧) ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીઓ.

(ર) ટાઇપ-ર ડાયાબિટીસનાં એવા દર્દીઓ કે જેમાં સુગરની વધઘટ વધારે થાય છે.

(૩) દિવસમાં બે કે ત્રણ વખત ઇસ્યુલીન લેનાર દર્દીઓ.

(૪) સગર્ભાવસ્થાના ડાયાબિટીસના દર્દીઓ.

(૫) ઈન્સ્યુલીન પંપ વાપરનાર દર્દીઓ.

આ સાધનનો ખાસ ઉપયોગ ઇમરજન્સીની સ્થિતિમાં છે. અર્ઘિ રાત્રે બેભાન થઇ જાય અથવા ભાન ઓછું થઇ જાય ત્યારે શું સમજવું ? સુગર ઘટ્યું છે કે વધ્યું છે ? સુગર ઘટ્યું હોય તો ઘરે ખાંડ વગેરે આપી શકાય પણ સુગર વધારે હોય અને દર્દી ભાનમાં ન હોય તો હોસ્પિટલ જવું જરૂરી છે.

ક્યું ગ્લુકોમીટર લેવું ?

ગ્લુકોમીટર સાધનની કિંમત, લગભગ રૂ.૧૦૦૦થી શરૂ કરીને રૂ.૩૦૦૦ સુધીની હોય છે. જ્યારે એક પટ્ટીની કિંમત આશરે રૂ.૧૮થી રૂ.૨૫ સુધીની હોય છે. આ મર્યાદામાં કોઇપણ વિખ્યાત કંપનીનું સાધન લઇને તેનો વપરાશ કરવો.

ગ્લુકોમીટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખશો ?

 

૧.  જે કંપનીનું ગ્લુકોમીટર લો છો તેની પટ્ટી તમારા શહેરમાં મળે છે કે કેમ ? (ખાસ કરીને ફોરેનના અવનવી બ્રાંડના ગ્લુકોમીટર જે ત્યાંના સગાં કે મિત્રો ભેટમાં આપે છે તે ભારતમાં પટ્ટી ન મળતી હોવાથી શોભાના ગાંઠીયા થઇ કબાટમાં પડ્યા રહે છે.)

ર. તમારા ગ્લુકોમીટરની ગેરંટી/વોરંટી કેટલી છે અને બગડે તો રીપેરીંગ થશે કે કેમ ?

૩. ગ્લુકોમીટરની કિંમત અને પટ્ટીની કિંમત.

૪. પટ્ટીની એક્સપાયરી કેટલી લાંબી હોય છે અને તેના પર ભેજ કે ગરમીની અસર થાય છે કે કેમ ?

ગ્લુકોમીટરના રીડીંગ અને લેબોરેટરીના રીપોર્ટમાં કેમ ફેર આવે છે ?

ગ્લુકોમીટર કેપીલરી બ્લડ એટલે કે ઝીણી કોશીકાઓની બ્લડની સુગર માપે છે જ્યારે લેબોરેટરી વીનસ બ્લડ એટલે કે મોટી શિરાઓના બ્લડની સુગર માપે છે. એટલે બંને વચ્ચે ૧૦ થી ર૦% જેટલો ફેરફાર આવી શકે છે જેને નોર્મલ ગણાવામાં આવે છે.

ડાયાબિટીસનો દર્દી ગ્લુકોમીટરથી સ્યુગર જોયા કરે અને ક્યારેક જ લેબોરેટરીમાં કે ડોક્ટર પાસે જ જાય તો ચાલે?

ગ્લુકોમીટરનો વપરાશ કરનાર દર્દીએ દર ત્રણ મહિને એક વાર લેબોરેટરીમાં સુગર ચેકીંગ કરાવવું જરૂરી છે.  જેથી ગ્લુકોમીટર સાધન બરાબર કામ કરે છે તેનો ખ્યાલ આવે ડાયાબિટીસમાં સુગર ઉપરાંત HbA, C કોલેસ્ટ્રોન યુરીન માઇક્રોઆલબ્યુમીન તપાસો જરૂરી છે જે લેબોરેટરીમાં જ થઇ શકે છે.

ગ્લુકોમીટરની સુગર તપાસ એ ડોક્ટરી તપાસને બદલે ન ચાલે. ડોક્ટર સારવારમાં ફેરફાર કરવાનાં મહત્વનાં નિર્ણયો લે છે માત્ર ગ્લુકોમીટર તપાસથી મળતાં નથી.


 

  Untitled Document