Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન

ગ્લાયકોસીલેટેડ હીમોગ્લોમીન

HbA, C તપાસ શું છે :-

આ ડાયાબિટીસના કાબુ વિષે જાણવાની શ્રેષ્ઠ તપાસ છે કારણ કે આ તપાસ, છેલ્લા ત્રણ મહિનામાં સુગર કંન્ટ્રોલ કેવો હતો તેના વિષે માહિતી આપે છે. જો બ્લડ સુગર તપાસ એ ફોટો છે તો HbA, C છેલ્લા ૩ મહિનાની ફીલ્મ છે ?? અથવા એમ કહેવાય કે ધોની જેવા એવરેજ બ્લડ સુગર બેટ્સમેનની છેલ્લા ત્રણ મહિનાની બેટીંગ એવરેજ છે. જ્યારે સુગર તપાસ એ ધોનીનો એક શોટ જેવી કે બાઉન્ડ્રી છે !

HbA, C તપાસ ક્યા થઇ શકે ? તેની કિંમત કેટલી હોય ? :-

HbA, C એક જાતની હીમોગ્લોબીનની તપાસ છે.

HbA, C તપાસ કોઇ પણ સારી મોટી લેબોરેટરીમાં થઇ શકે અને તેની કિંમત સામાન્ય રીતે રૂ.૩૦૦ થી રૂ.૪૦૦ જેટલી હોય છે.

HbA, C તપાસ ક્યારે કરવી જરૂરી છે :-

ડાયાબિટીસનાં નિદાન વખતે ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીએ અથવા દિવસમાં વધુ વાર ઈન્સ્યુલીન લેનાર દર્દીએ વર્ષમાં ૪ વખત ટાઇપ-ર ડાયાબિટીસનો, સાધાર કાબુ ધરાવનાર દર્દીએ વર્ષમાં ર વખત.

HbA, C તપાસ નોર્મલ છે એમ ક્યારે કહેવાય ? :-

જ્યારે ૬ થી ૭ વચ્ચે હોય ત્યારે HbA, C ને ડાયાબિટીસના દર્દી માટે નોર્મલ ગણાવમાં આવે છે. જ્યારે HbA, C ૯ થી ઊપર હોય ત્યારે ડાયાબિટીસનો બિલકુલ કાબુ નથી એમ ગણી શકાય.

HbA, C તપાસનું મહત્વ શું છે ?:-

 

કોઇપણ લગ્ન સમારંભમાં નીચેનો સંવાદ સાંભળવા મળે છે.

"હજુ બે કોપરાપાક લઇ લો, મારા સમ છે"

"રહેવા દો, મનુભાઇ મને તો સુગર છે..."

"એમાં, શું હમણાં રીપોર્ટ ન કરાવતાં...૭ દિવસ પરેજી કર્યા બાદ જ ડોક્ટર પાસે જજો...."

મોટાભાગનાં "સ્માર્ટ" દર્દીઓ સુગર કરાવતાં ૫હેલા ચાર-પાંચ દિવસથી ખોરાક, કસરત અને દવામાં એકદમ નિયમિત થઇ જાય છે જેથી સુગરનો રીપોર્ટ "નોર્મલ" આવે છે.

HbA, C તપાસ આવા "સ્માર્ટ" દર્દીની "ચોરી" પકડી પાડે છે કેમ કે તેમાં છેલ્લા ૩ મહીનાના કંન્ટ્રોલ વિષે માહિતી મેં છે.

વળી HbA, C વધારે હોય તો ડાયાબિટીસની વિષયમતાઓ, હૃદય રોગ, લકવો, કીડની પર કે પગ પર અસર થવાનો વધારે સંભવ રહે છે.

યાદ રાખો. જો આપને ડાયાબિટીસ હોય તો માત્ર સુગર પર આધાર ન રાખશો પરંતુ વર્ષે બે કે વધુ વાર જરૂર HbA, C તપાસ કરાવશો....

 

  Untitled Document