Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૧૮. કસરત શા માટે ?

ડાયાબિટીસમાં કસરત શા માટે જરૂરી છે ?

આપણાં ચંદુભાઇને ઓળખો ને... વજન ૧૦૮ કિલો છે. જેમ શરીરથી સમૃદ્ધ એમ પૈસા ટકે પણ સમૃદ્ધ છે.

ડાયાબિટીસ અને બી.પી. જેવા "પૈસાદાર" માણસોના રોગ પણ ખરા.... જ્યારે ચંદુભાઇ ડોક્ટર પાસે જાય ત્યારે ડોક્ટરની વઢ ખાઇને આવે... "ચુદભાઇ, હવે તો શરીર સામે જુઓ, કંઇક ચાલવાનું, કસરત, જીમ, સ્વીમીંગ જે ફાવે તે ચાલુ કરો...." ચંદુભાઇ જરા શરમ સાથે હાહા કરવા લાગે. થયું એવું કે ચંદુભાઇને લાગી આવ્યું પહોંચી ગયા જીમમાં, મેમ્બરશીપ લીધી અને બે દિવસ કાર્ડીયો કસરત કરી ત્યાં તો ખલ્લાસ....

ચંદુભાઇનું આખું શરીર દુઃખવા લાગ્યું અને ચંદુભાઇ ખાટલા માં પાછા જ્યાં હતાં ત્યાં. હવે એક મિત્રની સલાહથી ચંદુભાઇએ થોડું વોકીંગ ચાલુ કર્યું છે, ધીમે ધીમે ચાલવાનું પ્રમાણ વધારે છે. અને નિયમિત જાય છે.

ડાયાબિટીસમાં કસરત શા માટે જરૂરી છે ? ચાલો આજે જાણીએ.

આહાર ડાયાબિટીસની સારવારનું પહેલું પગથિયું છે. તો કસરત બીજું પગથિયું છે. નિયમિત કસરત દ્વારા ડાયાબિટીસના દર્દીને નીચે મુજબના ફાયદા થાય છે.

-        કસરત દ્વારા સ્નાયુઓના સંકોચન-વિસ્તરણની ક્રિયા લોહીમાંની સાકર વપરાઇ જાય છે.

-        કસરત કરવાથી ચરબી વપરાવા લાગે છે અને તેનું વજન ઘટવાનું શરૂ થાય છે. વજનનો ઘટાડો ઈન્સ્યુલીનની જરૂરીયાત પણ ઘટાડે છે.

-        કસરતથી ચરબીમાં થતો ઘટાડો લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડે છે. અને તેથી લોહીની નળીમાં કોલેસ્ટેરોલ જમા થવાની શક્યતા ઘણી ઘટી જાય છે.

કસરતથી બ્લડપ્રેસર કાબુમાં રહે છે.

-        કસરત હૃદયક્ષમતા વઘારે છે અને હૃદયરોગને થતો કે આગળ વઘતો અ૮કાવે છે.

-        કસરત કરવાથી મગજમાં બનતા કેમિકલ્સથી મન આનંદમાં રહે છે. (એન્ડોર્ફીન)

કઇ કસરતમાં કેટલી કેલેરી વપરાય (૩૦ મિનિટમાં)

કસરત

૬૬ કિલો

૮૦ કિલો

૯૫ કિલો

એરોબીક્સ (હળવી)

૧૩૯

૧૫૫

૧૬૬

સાયકલ મધ્યમ ગતિ

૨૨૩

૨૪૫

૨૬૬

સાયકલ મધ્યમ ગતિ (ઉભાં ઉભાં)

૧૯૫

૨૧૫

૨૩૩

ઘરકામ

૯૭

૧૧૦

૧૧૭

નૃત્ય

૧૨૫

૧૪૦

૧૫૦

બાગકામ

૧૩૯

૧૫૫

૧૬૬

દોરડા કુદવા

૨૭૯

૩૧૦

૩૩૩

દોડવું (૩૦ મિનિટમાં ૪ કિ.મી.)

૨૨૩

૨૪૫

૨૬૬

દાદરો ચડવો

૧૬૭

૧૮૫

૨૦૦

તરવું

૧૬૮

૧૮૫

૨૦૦

ટેનિસ રમવું

૧૯૫

૨૧૫

૨૩૩

ચાલવું (૩૦ મિટિનમાં ૨.૫ કિ.મી.)

૯૭

૧૦૭

૧૧૭

વજન ઉપાડવું (મધ્યમ દરજ્જાનું)

૮૪

૯૨

૧૦૦

 

કસરતના પ્રકારો :-

 

શક્તિનો કેટલો વ્યય થાય તે મુજબ કસરતને અલગ અલગ પ્રકારમાં વહેંચી શકાય.

હળવી કસરત :- ઘરકામ કરવું

મધ્યમ કસરત :- કલાકના ૪ કિ.મી.ની ઝડપથી ચાલવું, કલાકના ૮ કિ.મી. ઝડપથી સાયકલ ચલાવવી બગીચામાં કામ કરવું.

થોડી ભારે કસરત :- કલાકના પ થી ૬ કિ.મી. ઝડપે ચાલવું, તરવું બેડમિન્ટન કે વોલીબોલ રમવું.

ભારે કસરત :- ટેનિસ, ફૂટબોલ કે ક્રિકેટ રમવું ર૦ કિ.મી.ની ઝડપે સાયકલ ચલાવવી.

આ ઉપરાંત કસરતને બે ભાગમાં વહેચવામાં આવે છે. આઇસોમેટ્રીક : વજન ઉપાડવા, સ્પ્રીંગ ખેચવી જેવી કસરતો.

 

આઇસોટોનીક :-

ચાલવું, દોડવું, રમત રમવી, તરવું જેવી એરોબિક કસરતો, ડાયાબિટીસમાં એરોબિક કસરતોને વધારે મહત્વ આપવામાં આવે છે. (૯.૨)

  Untitled Document