Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૧૯. કસરત : કેવી ?

ડાયાબિટીસમાં ખોરાક - ખોટી માન્યતાઓ

આપણાં ચંદુભાઇ છે ડાયાબિટીસના દર્દી અને ખૂબ ધ્યાન રાખે સારવામાં. શેર દલાલનો ધંધો છે અને કામ ટેન્શનવાળુ છે. વજન પણ વધારે છે. ફકત ૧૦૮ કિલો. જો સવારના ૮ વાગ્યે ચંદુભાઇને ઘેર પહોંચો તો ચંદુભાઇ મળે નાસ્તાના ટેબલ પર મોળી ચા અને સાથે ગરમાગરમ ગાંઠીયા.... સામે ખાખરા, ફણગાવેલા મગ, રોટલી બધું હોય ટેબલ પર પણ ચંદુભાઇ એને અડે પણ નહિં. જો ચંદુભાઇને પૂછીએ તેમના નાસ્તાનું રહસ્ય તો જવાબ મળે કે "મને તો સુગર છે એટલે ચણાના લોટની વસ્તુ સારી" ડાયાબિટીસમાં ગાંઠિયા જેવી તળેલી ચણાના લોટની વાનગી સારી એ કોણે નક્કી કર્યું?

જવાબ મળે કે ખબર નથી પણ બધા કહે છે આવી તો ઘણી ખોટી માન્યતાઓ છે જે ડાયાબિટીસના દર્દીઓના મગજમાં ઘર કરી ગઇ છે. આજે આ ખોટી માન્યતાઓ વિશે જાણી. પ્રખર હાસ્યવિદ્ જ્યોતિન્દ્ર દવેનું કહેવાનું છે કે "૪૦ વર્ષની ઉંમરે માણસ કાં તો વૈદ થાય છે અથવા મુરખ"

ડાયાબિટીસનું નિદાન થાય એટલે તુરંત દર્દીના સગાવ્હાલા, મિત્રો, પાડોશીઓ સલાહ આપવા આવી જાય છે. આ સલાહ ઘણી વખત ખોટી માન્યતાઓને પણ જન્મ આપે છે. જે નીચે પ્રમાણે છે.

(૧) "કારેલા ખુબ ખાવા અને કડવા લીમડાનો રસ પીવો"
 

આ માન્યતા સાવ ખોટી છે. ઘણાં દર્દી આખી જદગી કારેલાનું જ શાક ખાતા હોય છે. પરંતુ કારેલા કે લીમડાના રસથી ડાયાબિટીસ મટી જતો નથી.

(૨) "ભાત અને બટેટા કદી ન ખવાય"

આ માન્યતા સાવ ખોટી છે. ભાત અન બટેટામાં મળતી કેલેરીની ગણત્રી કરી અને જરૂરીયાત પ્રમાણે કેલેરી લેવી. ભાત જો ઓસાવેલ હોય તો વધુ સારૂં.

(૩) "ફ્રુટ ન ખવાય" :-

આ માન્યતા પણ સદંતર ખોટી છે. કેલેરીની ગણતરી કરીને ખાઇ શકાય. ફ્રુટમાં આવેલ સુગર ક્રુકેટોઝ છે વળી ફળમાંથી વિટામીન અને મીનરલ મળે છે જે ઉપયોગી છે.

(૪) "મેં આજે મીઠાઇ ખાધી છે માટે અડધી ટીકડી વધારે લઇ લઉં"

ડાયાબિટીસની દવા કે ઈન્સ્યુલીનનો ડોઝ જાતે વધારવાની ભૂલ દર્દીએ કદી ન કરવી.

(૫) "હું ચા તો ખાંડવાળી પીઉં છું કારણ કે ટીકડી નાખવાથી કેન્સર થાય છે" :-

આ માન્યતા સદંતર ખોટી છે. ટીકડી નાખવાથી કદી કેન્સર થતું નથી.

(૬) "માત્ર ચણાના લોટની જ વાનગી જ ખવાય" :-

આ માન્યતા સાવ ખોટી છે. ઘઉંનો બાજરાનો કે જુવારનો લોટ પણ ખાઇ શકાય.

(૭) "ગળ્યું કદી ખાવું જ નહીં."

બહું ઇચ્છા થાય તો બે થી ત્રણ મહિને એકાદ વખત મીઠાઇ ખાઇ શકાય પરંતુ બને ત્યાં સુધી જમી લીધા ૫છી મીઠાઇનો એકાદ ટુકડો લેવો, જમ્યા પછી ભૂંખ ન હોવાથી મીઠાઇ વધારે પડતી ન ખવાય જાય.

(૮) "આપણે તો માત્ર બે વખત જ જમવાનું રાખીએ બાકી વચ્ચે કાંઇ જ નહીં." :-

આ માન્યતા ડાયાબિટીસના દર્દી માટે યોગ્ય નથી, બે વખત ખાવાની આદત ચાર થી પાંચ વખત ખાવાથી પેનક્રીઆઝ પર ઓછો લીડ આવે છે.

ડાયાબિટીસમાં ખોરાક - ખાસ પરિસ્થિતિઓ

(૧) સગર્ભાવસ્થા :-

આ દર્દીઓએ પોતાની અંદર વિકાસ પામતા બાળકની જરૂરીયાત લક્ષમાં લઇને વધુ કેલેરીવાળો ખોરાક (આશરે ૨૪૦૦ થી ૨૮૦૦) લેવો જરૂરી છે જેથી સુગર ઘટી ન જાય.

(૨) વધારે સ્થૂળ વ્યક્તિઓ :-

જેમનું વજન ૧૦૦ કિલોની ઉપર છે અને તેઓ વજન ઘટાડવાની કોશીષ કરે છે. એવા દર્દીઓએ ઓછી કેલેરી વાળો ખોરાક (દિવસમાં ૮૦૦ થી ૧૦૦૦) લેવો જરૂરી છે.


(૩) વધુ મહેનત કરનાર વ્યક્તિઓ :-

જેઓ ખૂબ ભારે શારીરિક શ્રમ કરે છે એવાં ડાયાબિટીસના દર્દીઓ જેવા કે મજૂર, એથલેટ કે રમતવીર ખેલાડી, આ દર્દીઓએ તેમની વધુ કેરેલીની જરૂરીયાતને લક્ષમાં લઇને દિવસમાં ૨૪૦૦ થી ૩૦૦૦ કેલેરી સુધીનો ખોરાક લેવો.

(૪) કિડનીની તકલીફવાળાં વ્યક્તિઓ :-

ડાયાબિટીસને લીધે કે બીજા કારણોસર કિડની બરાબર કામ કરતી હોય ત્યારે આ દર્દીઓએ ખોરાકમાં પ્રોટીન જેમ કે કઠોળ-દાળ ઓછા લેવાં જોઇએ. આ દર્દીઓને સુગર ઘટી જવાનો ભય હોઇ તેમણે થોડાં થોડાં પ્રમાણમાં સરળ કાર્બોહાઇડ્રેટ જેમ કે ખાંડ લઇ શકાય છે. આ દર્દીઓને ફળ ન ખાવાની કે ઓછાં ખાવાની સલાહ આપવામાં આવે છે.

(૫) માંદગી દરમિયાન ખોરાક :-

ડાયાબિટીસના દર્દીઓને, માંદગી દરમિયાન સુગર ઘટી કે વધી જવાનો ભય હોય છે વળી ઘણી વાર સામાન્ય ખોરાક રોજીંદા પ્રમાણમાં લેવાતો નથી. આ દર્દીઓને ફળોના રસ, પ્રવાહી ખોરાક કે સાધારણ પ્રમાણમાં નરમ ભાત, ખીર કે સાબુદાણાની કાંજી કે નાળિયેર પાણી જેવો ખોરાક દર બે-બે કલાક લેવો જોઇએ.

(૬) માંસાહારી ખોરાક લેનાર :-

જે ડાયાબિટીસના દર્દીઓ માંસાહારી ખોરાક લેતા હોય તેમણે ઓલી કેલેરીવાળો માંસાહાર ખોરાક લેવો જેમ કે ચીકન, ચરબી રહિત માંસ-માછલી વગેરે વળી માંસાહારી ખોરાકમાં રાંધતી વખત વધુ તેલનો વપરાશ ન થાય એ જોવું જરૂરી છે. ઇંડા ખાવા ઇચ્છનાર દર્દીએ માત્ર સફેદ ભાગ જ લેવો, પીળો ભાગ ન લેવો.

(૭) લગ્ન કે સામુહિક જમણવાર વખતે :-

લગ્ન કે પાર્ટીના જમ૬ વખતે, ડાયાબિટીસના દર્દીઓએ "જીવ બાળવા" નો અવસર આવે છે. જો કે સલાડ, ઢોકળા, ભાત, દાળ, શાક, (ગ્રેવી કાઢીને) લઇ શકાય છે. જેમ આપણે ત્યાં જૈન લોકો માટે એક જુદુ કાઉન્ટર હોય છે. તેમ સ્વાદિષ્ટ લો કેરલીર ફૂડ અને સુગરફ્રી જેવા કૃત્રિમ ગળપણ વાળી મીઠાઇ તથા તળ્યાં વગરની શેકેલી વાનગીઓનું ડાયાબિટીસ કાઉન્ટર રાખવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ પણ ભોજનને માણી શકે. ડાયાબિટીસમાં ખોરાક વિશે આપણે જાણ્યું. ડાયાબિટીસમાં શારીરિક શ્રમનાં મહત્વ વિશે આવતાં હપ્તામાં જાણીશું.

Next
  Untitled Document