કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
૨૦. સારવાર
મોઢેથી લેવાની દવાઓ ક્યારે દવાઓ લેવી જરૂરી છે ?
સામાન્ય રીતે ડાયાબિટીસનું નિદાન થાય પછી દર્દીને ખોરાકની પરેજી રાખવાનું કહેવામાં આવે છે. આ ઉપરાંત કોઇપણ જાતની કસરત, મોટેભાગે રોજનું ૪૫ મિનિટ ચાલવાની સલાહ આપવામાં આવે છે. આ બંને સૂચનાઓનું બરાબર પાલન કરવા છતાં પણ એક થી દોઢ મહિનાના ગાળામાં બ્લડ સુગર કાબુમાં ન આવે તો આવાં દર્દીઓને, ખોરાક અને કસરત ઉપરાંત મોઢેથી લેવાની ટીકડીઓ આપવામાં આવે છે.
નિયમિતતા જરૂરી છે :-
એકવાર ટીકડીઓ ચાલુ કર્યા બાદ તેની નિયમિત લેવી જરૂરી છે. થોડો વખત લઇ, સુગરનો રીપોર્ટ બરાબર આવે એટલે પોતાની મેળે દવા બંધ કરી દેવી કે ઓછી કરી દેવી બરાબર નથી. ટીકડીઓ ચાલુ કર્યા બાદ, ડોક્ટરની સલાહ મુજબ ફરીથી રીપોર્ટ કરાવી, ડોક્ટર કહે તે પ્રમાણમાં ચાલુ રાખવાની હોય છે.
"જાગતે રહો" ફરી ફરીને તપાસ જરૂરી છે !
ઘણાં દર્દીઓ દવા ચાલુ રાખે છે પણ ત્યારબાદ વર્ષો સુધી સુગર રીપોર્ટ કરાવતાં નથી કે ડોક્ટરને બતાવતા નથી. આ દવાઓની કાર્યક્ષમતામાં તેમજ દરેક દર્દીના ડાયાબિટીસના પ્રમાણમાં વધ-ઘટ થતી હોય છે. આ કારણોથી દર મહિને રીપોર્ટ કરાવી ડોક્ટરને બતાવું અને જરૂરી હોય તો દવામાં ફેરફાર કરવો જરૂરી છે.
"સાઇડ-ઇફેક્ટ કો દે દો સાઇડ"
દવા-વિજ્ઞાનનું સુત્ર છે કે જેની અસર હોય તે આડ-અસર પણ હોય જ... પણ મોટાભાગની ડાયાબિટીસની દવાઓમાં ગંભીર સાઇડ-ઇફેક્ટ આવતી નથી. સૌથી અગત્યની આડ-અસર, "સુગર ઘટી જવી" તે જ છે અને તેના માટે, યોગ્ય ખોરાક અને તેનો સમય જાળવવો જરૂરી છે. જરૂર લાગે તો દવાનું પ્રમાણ ઘટાડી શકાય. આ સિવાય પેટમાં બળતરા, ઝાડા થવા, ઉલ્ટી જેવું થવું કે ચામડીમાં ખંજવાળ આવવી જેવી અસરો થાય જેનો ઉકેલ લાવી શકાય છે. આ માટે ટુંકા સમય માટે આ દવાઓ બંધ કરી શકાય કે બદલાવી પણ શકાય. કેટલીક દવાઓથી પગમાં સોજા આવે છે તેમ જ શરીરનું વજન વધી જાય છે, જે ધ્યાનમાં રાખવું.
હવે દવા કેમ કામ કરતી નથી ?:-
મોટાભાગની દવાઓ શરૂીઆતમાં કામ સારું આપે છે અને જેમ સમય જતો જાય તેમ તેમની અસર ઓછી થતી હોય એવું લાગે છે. દવાનું પ્રમાણ વધારવા કે દવાઓ બદલાવવા છતાં ધાર્યું પરિણામ આવતું નથી. આ પરિસ્થિતિનું કારણ શરીરમાં ઘટી ગયેલું ઈન્સ્યુલીનનું પ્રમાણ છે. આવા દર્દીઓને ડાયાબિટીસને કાબુ કરવા દવા ઉપરાંત ઈન્સ્યુલીન ઇન્જેકશન લેવા જરૂરી છે. ટીકડીઓનું પ્રમાણ ખૂબ વધારવાથી કોઇ ફાયદો થતો નથી તેમ જ સાઇડ ઇફેક્ટ વધવાનો ભય રહે છે.
ખોટી માન્યતાઓથી દૂર...
(૧) "બાજુવાળા જમનાબેન તો એક જ ટીકડી ખાય છે. મને ડોક્ટર કેમ ત્રણ ટીકડી આપે છે." કોઇ બે દર્દીઓના ડાયાબિટીસ સરખાં નથી. વળી દર્દીનું વજન, ખોરાક, કસરત અને ઈન્સ્યુલીન ઉત્પન્ન કરવાની ક્ષમતા પરથી દવાઓની જરૂરીયાત નક્કી થાય છે માટે કોઇ બીજા દર્દીની સારવાર સાથે તમારી દવાની સરખામણી ન કરશો. આજકાલ ડાયાબિટીસની સારવારમાં વપરાતી બે કે ત્રણ દવાઓનાં મિશ્રણની એક ટીકડી પણ મળે છે જેને ઈન્સ્યુલીન (Combination of Drugs)કહે છે.
ડાયાબિટીસની સારવારમાં વપરાતી મોઢેથી લેવાની દવાઓ
દવાની કાર્યપદ્ધતિ
દવા-શાસ્ત્રક્રીયાનામ
ઉદાહરણ
શરીરનાં ઈન્સ્યુલીનનું પ્રમાણ
અને કાર્યક્ષમતા
વધારનાર દવાઓ
સલ્ફોનીલયુરીયા
મ
મેગ્લીટીનાઇડ
Daonil
Glynase
Euwepa
શરીરના કોષોની
ઈન્સ્યુલીન તરફની
સંવેદનશીલતા વધારનાર અને
ઈન્સ્યુલીન પ્રતિકાર
ઘટાડનાર દવાઓ
બાઇગ્લયુનાઇડ
ગ્લીટાઝોન
Meformin
Pioglit
Rosicon
કાર્બોદિતનું આંતરડામાં
શોષણ ધીમું કરનાર
દવાઓ
આલ્ફા-ગ્લુકોસીડીઝ
ઇનહીબીટર
Glucobay
Migtor
Volix
Januvia
ઇન્ક્રીટીન હોરમોનની
કાર્યક્ષમતા વધારનાર
દવાઓ
ડીપીપી-૪
ઇનહીબીટર
Galvus
Jalra
(૨) "ડાયાબિટીસની દવાઓ ઝાઝો ટાઇમ ન લેવાય, નહીં તો કિડની ફેઇલ થઇ જાય..." સત્ય હકીકત તો બિલકુલ આ માન્યતાથી ઉંધી છે. જે લોકો નિયમિત દવા નથી લેતા અને ડાયાબિટીસ કાબુમાં નથી રાખી શકતા તેમને માત્ર કિડની જ નહિં પણ હૃદય, આંખના પડદા, પગનાં જ્ઞાનતંતુઓ પર અસર થવા સંભવ છે. આથી વિપરીત ડાયાબિટીસની દવાઓ વર્ષો સુધી લેવા છતાં શરીરને ઝાઝુ નુકશાન નથી આપતી, પણ ખૂબ રક્ષણ આપે છે.
ડાયાબિટીસના દર્દીએ લેવાની અન્ય દવાઓ
ડાયાબિટીસના દર્દીએ સુગર ઘટાડનાર દવાઓ સિવાય અમુક બીજી દવાઓ પણ જરૂર પ્રમાણે લેવી પડે છે. આ દવાઓની યાદી જોઇએ.
(૬) અતિ વધારે વજન હોય તો તે ઘટાડવામાં મદદ કરનાર દવાઓ : સીબુટ્રામીન, ઓરલીસ્ટેટ વિગેર.
ડાયાબિટીસ ટાઇપ-૧ માં મોઢેથી લેવાની દવાઓ કામ કરતી નથી. આ દર્દીઓ માટે, ઇન્સુલીન એકમાત્ર ઔષધ છે. પરંતુ ડાયાબિટીસ ટાઇપ-રના દર્દીઓ માટે ટીકડીઓ ખરેખર આશિર્વાદરૂપ છે. જેને સહેલાઇથી લઇ શકાય છે અને શરૂઆતમાં ડાયાબિટીસનો યોગ્ય કાબુ થઇ શકે છે.