Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન

ઈન્સ્યુલીનનની શોધનો ઈતિહાસ :-

આજથી ૯૦ વર્ષ પહેલાં ડાયાબિટીસના દર્દીનું જીવન બહુ મુશ્કેલ હતું. ડાયાબિટીસના દર્દીના શરીરમાં ઈન્સ્યુલીનના કાર્યની ઊણપ છે અને જાણવા છતાં બહારથી ઈન્સ્યુલીન પુરૂં પાડી શકાય તેવી કોઇ રીત નહોતી. આ કારણથી ડાયાબિટીસની એકમાત્ર સારવાર "ભૂખ્યા રહેવું" તે હતી, એટલું જ નહીં પણ મોટાભાગના દર્દીઓ સારવારને અભાવે મરણ પામતા હતાં ખાસ કરીને ડાયાબિટીસ ટાઇપ-૧નાં બાળ-દર્દીઓનું આયુષ્ય માત્ર ૧૦ થી ૧૨ વર્ષ હતું. આ વિપરીત પરિસ્થિતિમાં ઇ.સ.૧૯૨૩ માં બે યુવાન ડોકટરો બેન્ટીંગ અને બેસ્ટ સખત મહેનત અને લગનથી ઈન્સ્યુલીનની શોધ કરી અને તેનો દવા તરીકે વપરાશ શરૂ થયો. આ એક શોધથી ડાયાબિટીસની સમગ્ર પરિવાર બદલાઇ ગઇ અને કરોડો દર્દીઓને નવું જીવન મળ્યું.
 

.

ઈન્સ્યુલીનનું દવા તરીકે કાર્ય :-

દરેક માણસના શરીરમાં ઈન્સ્યુલીન હોય તે સ્વાદુપિંડમાં ઉત્પન્ન થઇ લોહીમાં ભળે છે. આ ઈન્સ્યુલન્ની મદદથી ખોરાકમાંથી બનેલ શર્કરામાંથી શરીરનો કોષોને શક્તિ મળે છે. આ ઈન્સ્યુલીન શરીરના "પાવરહાઉસ"ની ચાવી છે. જયારે ડાયાબિટીસ થાય ત્યારે શરીરમાં ઈન્સ્યુલીનની ખામી હોય છે અથવા ઈન્સ્યુલીનની કાર્યશક્તિ ઘટી જાય છે. જયારે આ ખામી વધારે પ્રમાણ હોય ત્યારે લોહીમાં શર્કરાનો ભરાવો થવાં લાગે છે અને શરીર નબળું પડવા લાગે છે.

આ બધી તકલીફોનો એક જ ઉપાય છે અને તે છે ઈન્સ્યુલીન

જો શરીરમાં ઈન્સ્યુલીન નથી તો શરીરને બહારથી ઈન્સ્યુલીન પુરૂ પાડવું એ એકમાત્ર ઉપાય છે. આ ડાયાબિટીસની સારવારનો એક મુળભુત સિદ્ધાંત છે.

ડાયાબિટીસના ક્યાં ક્યાં દર્દીઓ માટે ઇન્સ્યુલીન જરૂરી છે.

(૧) ડાયાબિટીસ ટાઇપ-૨ ના દર્દીઓના શરીરમાં ઈન્સ્યુલીનના કાર્યની અંશતઃ ખામી હોય છે માટે શરૂઆતમાં આ દર્દીઓ માટે ખોરાક, કસરત અને મોઢેથી લેવાની ટીકડીઓ સારૂ કામ આપે છે. જેમ ડાયાબિટીસને વધુ વર્ષો થાય તેમ શરીરની ઈન્સ્યુલીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જાય છે અને આવે વખતે મોઢેથી લેવાની ટીકડીઓ કામ કરતી નથી.

(૨)  ડાયાબિટીસને વધુ વર્ષો ટાઇપ-૧ ના દર્દીઓના શરીરમાં ઈન્સ્યુલીનની લગભગ પુરેપુરી ખામી હોય છે માટે આ દર્દીઓ માટે ઈન્સ્યુલીનના ઇંજેકશન, એ એક માત્ર સારવાર છે.

(૩) સગર્ભાવસ્થાનાં ડાયાબિટીસના દર્દીને, જયારે કોઇપણ ગંભીર, બિમારી, જેવી કે જંતુઓનો ચેપ, પગનો ગેંગરીન, હૃદયરોગનો હુમલો કે કોઇપણ મોટાં ઓપરેશનની જરૂરીયાત હોય તયારે ઈન્સ્યુલીનના ઇંજેકશન લેવાં જરૂરી બને છે. ડાયાબિટીસ વધી જવાથી થતી તકલીફો, ડાયાબિટીક કીટો એસીડોસીસ કે ડાયાબિટીક કોમામાં પણ ઇન્સ્યુલીન એ જ મુખ્ય સારવાર છે.

ઈન્સ્યુલીનની સાઇડ ઇફેકટસ :-

ઈન્સ્યુલીન શરીરનો જ એક હોરમોન હોઇ, તેના ઇંજેકશન લેવાથી કોઇ મોટી સાઇડ ઇફેકટ જોવા મળતી નથી. ઇંજેકશનની જગ્યાએ લાલાશ થવી કે ખંજવા આવવી સામાન્ય છે. જો ઇંજેકશન એક ને એક જગ્યાએ લેવામાં આવે તો ક્યારેક તે જગ્યાએ નાનો ખાડો પડી ગયેલ જણાય છે.

સૌથી અગત્યની સાઇડ ઇફેકટ સુગર ઘટી જવી તે જ છે. જે માટે તાત્કાલિક ખાંડ કે ખોરાક લઇ લેવો. લાંબાગો (૧) ઇન્સ્યુલીન લીધા બાદ ખોરાક લેવામાં ચુકવું નહીં (૨) વારંવાર સુગર ચેક કરતા રહી. ઈન્સ્યુલીનનો જરૂરી ડોઝ જ લેવો આ બે તકેદારીઓ જરૂરી છે. જવલ્લે ઈન્સ્યુલીનનું રીએક્શન આવે છે અને આવે વખતે તેની યોગ્ય સારવાર જરૂરી બને છે. ઈન્સ્યુલીન લેવાથી સામાન્ય પ્રમાણમાં શરીરનું વજન વધે છે અને ભુખ વધારે લાગે છે. યોગ્ય ખોરાક અને કસરતથી આ વધારાને નિયંત્રિત કરી શકાય છે.

 

ઈન્સ્યુલીનઃ ખોટી માન્યતાઓથી બચો :-

(૧) "ઈન્સ્યુલીન" લેવાથી તેની આદ પડી જાય છે.... અને કાયમ લેવું પડે છે." આ બિલકુલ ખોટો ખ્લાય છે. ઈન્સ્યુલીન કોઇ કેફી દ્રવ્ય નથી કે નશાકારક દવા નથી કે તેન આદત પડી જાય... માત્ર જે દર્દીઓના શરીરમાં ઈન્સ્યુલીનની ઊણપ છે તે ઉણપ કાયમ માટે હોય છે અને સાજા રહેવા દર્દીએ કાયમ માટે આ ઉકેલ કરવો પડે છે અને હંમેશા ઈન્સ્યુલીનના ઇંજેકશન લેવા જરૂરી બને છે.

 

(૨) "મને ગમે તેવી ભારે અને ગમે તેટલી માઘી ટીકડી આપો પણ ઈન્સ્યુલીન ઇંજેકશન તો નહિ જ." જ્યારે ડાયાબિટીસના દર્દીના શરીરમાં થોડું પણ ઈન્સ્યુલીન હોય ત્યાં સુધી મોઢેથી લેવાની ટીકડીઓ કામ કરી શકે છે. જે દર્દીઓના શરીરમાં ઈન્સ્યુલીન ન હોય અથવા સાવ જ ઓછું હોય તેમણે ઇન્સ્યુલીન ઇંજેક્શન લેવાં જરૂરી છે, કારણ કે ટીકડીઓ શરીરના જ ઈન્સ્યુલીન પાસેથી વધારે કામગીરી લેવાનું જ કામ કરે છે. આવે વખતે ઝાઝી ટીકડી કે ભારે ટીકડી લેવાથી, ફાયદા કરતાં ગેરફાયદો થવાનો સંભવ વધારે છે.

ઈન્સ્યુલીનથી દૂર ન ભાગો.... શરીરના અંગોને બચાવો....

જરૂર હોય તો ઈન્સ્યુલીન વહેલું લો

 

મોટાભાગનાં દર્દીઓ ઈન્સ્યુલીનના ઇંજેકશન માટે, પૂર્વગ્રહ ધરાવે છે અને જ્યાં સુધી શરીરનાં અંગો, આંખના પડદા, હૃદય, કિડની, પગ જ્ઞાનતંતુઓ આ બધા ડાયાબિટીસને લીધે નુકશાન ન પામે ત્યાં સુધી ઈન્સ્યુલીન લેતાં નથી. ઘણી બધીવાર નુકશાન કાયમી હોય છે. જો દર્દી ઈન્સ્યુલીન વહેલું લે તો શરીરનાં અંગોને થતું નુકશાન અટકાવી શકે. ઈન્સ્યુલીન, ડાયાબિટીસની સારવાર માટેનું ઊપયોગી ઔષધ છે. તેનાથી ડરીડરીને ચાલવું ગેરવ્યાજબી છે.

 

  Untitled Document