Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત

ઈન્સ્યુલીનના પ્રકારો અને લેવાની રીત

આપણા ચંદુભાઇ શેરદલાલ ખરાં ને.... વજન ૧૦૮ કીલો છે. ખાવા પીવાના શોખી છે- ડાયાબિટીસ દરદના જુના જોગ છે !

સુગર વધ-ઘટ રહ્યા કરે (મોટે ભાગે તો વધારે જ હોય છે.) અને એમાં બીજી મુશ્કેલી ઉભી થઇ.... બેઠક ઉપર મોટું ગુમડું થયું, લાલચોળ અને દુખે તેવું.

ડોક્ટર કહે, પહેલા ઈન્સ્યુલીન ઇંજેકશન લઇ ડાયાબિટીસ કાબુમાં કરો પછી ગુમડામાં ચેકો મુકીએ.

ચંદુભાઇ ચેકાથી ન ગભરાયા; પણ ઈન્સ્યુલીન ઇંજેકશનની વાત સાંભળી ઢીલા પડી ગયા.

"રોજ સોંય ખાવાની ? કોઇ બીજો રસ્તો નથી ?" ડોક્ટર ટેબલનાં ખાનામાંથી નાની બોલપેન જેવું કંઇ બતાવ્યું જેના છેડે વાળ જેવી પાતળી માત્ર એકાદ સે.મી.ની નીડલ હતી.

"ચંદુભાઇ, આ સોય દુખે ખરી ?" ચંદુભાઇ થોડા ખસીયાણા પડી ગયા. "મને એમ કે કોઇ મોટી જાડી સોય ખાવાની હશે."

મોટાં ભાગનાં દર્દીઓ ઈન્સ્યુલીનથી ગભરાય છે તેનું કારણ પેલી બાળવાર્તામાં કહ્યું છે. તેમ સિંહથી ન બીઉં વાઘથી ન બીઉં હું ટાઢા ટબૂકલાથી જેવું છે. આ દર્દીઓ સોયથી ગભરાય છે જેને "નીડલ કોબીયા" કહે છે.

યોગ્ય આરોગ્ય શિક્ષણથી આ ડર દૂર થઇ શકે છે.

ઈન્સ્યુલીનના પ્રકારો

મૂળભૂત રીતે ઈન્સ્યુલીનના પ્રકારો ત્રણ છે.

(૧)          તાત્કાલિક કે ટૂંકા ગાળા માટે અસર કરનાર

(ર)         મધ્યમ ગાળા સુધી અસર કરનાર લાંબા ગાળા સુધી અસર કરનાર

(૩)          લાંબાગાળા સુઘી અસર કરનાર

સામાન્ય રીતે દર્દીનેઆ બંનેપ્રકારના ઇન્સ્યુલીન જરૂર હોય છે. બન્નેઈન્સ્યુલીનનાં ૩૦/૭૦ મિશ્રણને સવારે સાંજે આ૫વામાં આવે છે.

 

કેટલીક વાર બન્ને ઈન્સ્યુલીન જુદા જુદા વાપરવામાં આવે છે. કેટલીક વાર માત્ર તાત્કાલીક અસર કરતા તો કેટલીક વાર માત્ર લાંબે ગાળે અસર કરનાર ઈન્સ્યુલીન સારવાર તરીકે આપવામાં આવે છે.

ઈન્સ્યુલીનના જુદા જુદા પ્રકારો વિષે સાથેના ચાર્ટમાં માહિતી ઉપલબ્ધ છે.

ઈન્સ્યુલીન ઇંજેકશન લેવાની રીત :-

(૧)         સાચવણી :-

ઈન્સ્યુલીનના ઇંજેકશનની બાટલીઓ તથા પેન પર ગરમી અને તડકાંની અસર થતાં તેનાં ગુણધર્મો નાશ પામે છે. આ કારણથી ઈન્સ્યુલીન ફ્રીજના બારણામાં, નાના આઇસ બોકસમાં અથવા નાની પાણીની કુલડીમાં સાચવવાની સલાહ આપવામાં આવે છે.
 

(ર)         લેતા પહેલાં :-

ઈન્સ્યુલીનની બોટલને હાથમાં મસળો જેથી અંદરનું ઈન્સ્યુલીન બરાબર હલનચલન પામે.

(૩)         ઈન્સ્યુલીન ક્યાં લેશો :-

ઈન્સ્યુલીન લેવાની આદર્શ જગ્યા પેટની ઢીલી ચામડી કે સાથળનો અંદરનો ભાગ છે. હાથ કે ભંખામાં બને ત્યાં સુધી ઇંજેકશન ન લેશો. ઇંજેકશન ફરતાં ફરતાં લેશો. એકને એક જગ્યાનો વારો પાછો ફરીથી ૧૦ દિવસે આવે એમ ગોઠવશો.

(૪)        ઇન્સ્યુલીન લેવાની રીત :-

પહેલા ચામડી પર સ્પીરીટ/ડેટોલ લગાડશો. નાની ચીપટી ભરી ૪૫૦ ના ના ખૂણે ઇંજેકશન આપવાનું હોય છે. ઇંજેકશન ભરવા માટે બાટલીમાં થોડી હવા દાખલ કરી સીરીઝમાં ઈન્સ્યુલીન લેશો. ઈન્સ્યુલીન પેનમાં અંદર ઈન્સ્યુલીન ભરેલું હોય છે. ઝોમાં માત્ર યોગ્ય ડોઝનો આંકડો ગોઠવીને બટન દબાવતાં, ઇંજેકશન અપાય છે.

(૫) ઇન્સ્યુલીન જાતે લેશો :-

ઇન્સ્યુલીન ઇંજેકશન બને ત્યાં સુધી જાતે લો અથવા ઘરના સભ્ય પાસે મુકાવો. ઇન્સ્યુલીનના ઇંજેકશન લેવા, હંમેશા, હંમેશ ડોકટર પાસે જવું જરૂરી નથી.

ઈન્સ્યુલીન લેવાની અન્ય આધુનિક રીતો

(૧)          ઈન્સ્યુલીન લેવા માટે, સીરીજને બદલે ઈન્સ્યુલીન પેન બજારમાં મળે છે. જેમાં દુખાવો ઓછો થાય છે, ચોક્સાઇ રહે છે અને ગમે ત્યાં સાથે લઇ જવામાં સરળતા રહે છે. આ પ્રકારની પેન, ડીસ્પોઝેબલ અને ઈન્સ્યુલીનની નળી બદલાવી ફરી ફરી વપરાય એમ બેજાતની આવે છે. ઈન્સ્યુલીન પેનના વપરાશમાં સીરીજના વપરાશ કરતાં દોઢો ખર્ચ થાય છે.

(૨)         ઈન્સ્યુલીન પંપ :-

ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીઓ તથા વધુ વખત ઈન્સ્યુલીન લેતા દર્દીઓ માટે ઈન્સ્યુલીન પંપ નામનું સાધન આવે છે. જેમાં ઈન્સ્યુલીન ભરી દઇ, આખો દિવસ ધીમે ધીમે આપવામાં આવે છે. આ સાધનની કિંમત રૂ.૮૪,૦૦૦ થી રૂ.ર લાખ સુધીની હોય છે.

ઈન્સ્યુલીન-ભવિષ્યની શોધ :-

 

મોઢેથી ટીકડીની માફક લઇ શકાય તેવું ઈન્સ્યુલીન કે શ્વાસ માં સ્પ્રે કરી શકાય તેવું ઈન્સ્યુલીન બનાવા દુનિયાભરની દવા કંપનીઓ કાર્યરત છે.

આ શોધો થતાં ઈન્સ્યુલીનના ઉપયોગ સાથે જોડાયેલી ઇંજેકશનની વેદના અને ડર ચાલ્યા જશે.

આ શોધ ન થાય ત્યાં સુધી પણ ઈન્સ્યુલીન ઇંજેકશનના રૂપે પણ ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ સારવાર છે. તેના માટેનો પુર્વગ્રહ મનમાંથી કાઢી નાંખીને તેનો સાચો ઉપયોગ કરવો હિતાવહ છે.

ઈન્સ્યુલીનના પ્રકારો

ઈન્સ્યુલીન (અસર મુજબ)

દવાશાસ્ત્રીય નામ

બજારમાં નામ

તાત્કાલીક અસર કરનાર

Aspart Lispro

Novorapid Humalog

ટુંકાગાળે અસર કરનાર

Regular Mixtard મિશ્રણ

Actrapid Huminslin-R

મધ્ય ગાળે અસર કરનાર

NPH

Insulaturd

લાંબે ગાળે અસર કરનાર

Determir Lantus

Levemir Glargine

ોંધ : પર ઈન્સ્યુલીન Human/analog પ્રકારના છે જેની સંરચના માનવીના શરીરના ઈન્સ્યુલીન જેવી છે.

પ્રાણી જ ઈન્સ્યુલીન જે ડુક્કર કે ગાયના શરીરમાંથી બને છે તે હવે બહુ ઓછાં વપરાય છે.

 

  Untitled Document