Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૬. ડાયાબીટીસ અને આંખ
          આપણા શરીરના કોઇપણ ભાગમાં એક રાયનાં દાણા જેટલા નાના ભાગમાં પણ લાખો કોષો આવેલ છે. આ બધાં કોષો કોઇ સજીવ પ્રાણીની જેમ પાચન, શ્વસન, ઉત્સર્જન, પ્રજનન વિગેરે કરતાં રહે છે. આ માટે જરૂરી પોષણ તત્વો ગ્લુકોઝ, ઓક્સીજન વગેરે તે લોહીમાંથી મેળવે છે. પરંતુ જો લોહીના ઘટકોના પ્રમાણમાં ફેરફાર થાય જેમ કે ડાયાબિટીસમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. શરીરના તમામ ભાગો નાની મોટી બિમારીનો ભોગ બને છે. ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે જો કાળજી ન લેવાય તો આંખના જુદા જુદા ભાગો નબળા પડે છે.

ચશ્માનાં નંબરમાં વધારો થવો :-

એક દર્દીના ચશ્માનો નંબર ૧-૦ રહેતો તેમાંથી અચનાક ૪-૦૦ નંબર થઇ ગયા. વિશેષ તપાસ કરતાં જાણવા મળ્યું કે ડાયાબિટીસની દવા તેમણે બંધ કરી દેતાં તેમનું બ્લડ સ્યુગર ૩૫૦ એમ.જી થઇ ગયું હતું. આમ ડાયાબિટીસના વધારાની સાથે ચશ્માના માયનસ નંબર (Myopia)માં વધારો થઇ શકે છે.

 ર્નિયા (કાળી કીકી) પર ફૂલું કે રસી થવા :-  

           સામાન્ય રીતે કોર્નિયા ઉપર કોઇ ઉજરડો પડે કે કાણું પડે તો થોડા જ કલાકમાં રૂઝ આવી જાય છે. પરંતુ ડાયાબિટીસ હોય તો કોર્નીયાના આ ઘા પર રૂઝ આવતા ઘણા દિવસો લાગે છે. આ દરમિયાન એ ભાગ પર જંતુઓનો હુમલો થવાથી રસીવાળું ફૂલું થાય છે. તેની સારવાર માટે જંતુનાશક દવાઓ તથા ટીપાઓ અપાય છે. પરંતુ ડાયાબિટીસના કારણે રોગ પ્રતિકારસ શક્તિ ઓછી હોવાથી આ રસી (Corneal Ulcer)ને સુકવવામાં ઘણી તકલીફ પડે છે. 

કૃષ્ણ પટલ (Iris) માં સોજો આવવો :- 

                આંખ પર પ્રકાશ પડવાને કારણે નાની-મોટી થતી પ્યુપીલ (Pupil) સુક્ષ્મનળીઓ (Rebeosis Iridis) તૂટવાથી આંખના આગળના ભાગમાં રક્તસ્ત્રાવ (Haemorr Hage) થાય છે. 

મોતિયો (Cataract) આવવો :- 

                ડાયાબિટીસ હોય તેને મોતિયો નાની ઉંમરે આવે છે તેમજ તે ઝડપથી પાકે છે. આ ડાયાબિટીસને કાબુમાં રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ બાબત બેદરકારી રાખવામાં આવે તો ઓપરેશન બાદ તકલીફો થવાથી નજર ગુમાવવી પડે છે. 

આંખના પડદા પર અસર થવી :- 

                અંધત્વ માટેના મહત્વના કારણોમાં ડાયાબિટીસથી પડદાની થતી ખરાબી છે. પરંતુ ડાયાબિટીસની શરૂઆત બાદ ૧૫ થી ૨૫ વરસ પછી પડદાની તકલીફ થતી હોવાથી મોટાભાગના દર્દીઓ આ બાબતે બેદરકાર રહે છે. પરંતુ આ બાબત સાવચેતી રાખવી જરૂરી છે. કારણ કે લાંબાગાળે ૮૫% જેટલા દર્દીઓના પડદામાં Retinopathyની અસર થાય છે. 

આંખના પડદાની તપાસનું મહત્વ :- 

                ડાયાબિટીસની અસર તો શરીરના તમામ અવયવોને થાય છે. પરંતુ આ બધાં તો ચામડીથી ઢંકાયેલા હોવાથી ત્યાં કેટલું નુકશાન થયું હશે તેનો અંદાજ આપણને આંખના પડદાને જોવાથી મળે છે. આંખના પડદાને ઓપ્થેલ્મોસ્કોપ (Ophthalmoscope) સાધન દ્વારા જોઇ શકાય છે અને પડદાની પેશીઓ તથા લોહીની નલિકાઓ પર થયેલ અસરોના ગ્રેડ પાડવામાં આવેલા છે તે ગ્રેડ જોઇને શરીરના અન્ય ભાગોને પણ આવું નુકશાન થયું હશે તેવું નિદાન થઇ શકે છે. 

- પડદામાં રહેલ નબળી રક્તવહિનીઓમાં ઓછું લોહી ફરવાથી પડદાની પેશીઓ નબળી પડે છે. 

- પડદાના મધ્યભાગમાં સોજો આવવાથી (Maculopathy) નજર ગુમાવવાનો વારો આવે છે.

- પોષણની ણપને દૂર કરવા પડદાની નબળી પડેલી રક્ત વાહિનીઓની આજુબાજુ અતિ સુક્ષ્મ લોહીની નવી નળીઓ ઉત્પન્ન થવી (Proliferative Retinopathy)
- આ નળીઓ અતિશય નાજુક હોવાને કારણે તૂટે છે. તેમાંથી ફરી-ફરીને રકતસ્ત્રાવ થવાથી આંખના મધ્યભાગમાં લોહી ભરાય છે. (Vitreous Haemorrliage) 

- આ લોહી ચૂસાવાથી કેટલાક રેશા જેવા તંતુઓ પડદા સાથે ચોટેલા રહી જાય છે. આ સમય જતાં આ તંતુઓ ખચાવાથી પડદામાં કાણા પડે છે અને ફાટીને છુટ્ટો પડી જાય છે. (Retinal Detachment) આ રીતે અંધત્વ આવી શકે છે. 

નીદાન તથા સારવાર :  

                પડદાના નિદાન માટે ફલોરોસીન ડાયનું ઇંજેકશન હાથની નસમાં આપવાથી આ ચમકતી ડાય જ્યારે આંખના પડદાની નબળી રક્તવાહિનીઓમાં પસાર થાય ત્યારે તેના ફોટા પાડવામાં આવે છે. (Fluo Rescein Angiography) ત્યારબાદ નબળા ભાગની લેસર કિરણો દ્વારા સારવાર કરાય છે. (LASER Photo Caoagulation) જો રેસાઓ (Bands) પડદા સાથે ચોટેલા જણાય તો તેને રોકવાનું શક્ય

 

 

નથી તેમજ ડાયાબિટીસના દર્દીઓની આંખમાં રેટીનોપથીની અસરો જોવા મળે છે. આથી જ્યારે ડાયાબિટીસ દ્વારા શરીરમાં કોઇ તકલીફ ન જણાતી હોય તેવા શરૂઆતના તબક્કામાં ડાયાબિટીસના ચૂસ્ત કંન્ટ્રોલની સાથે આંખની તપાસ કરાવતા રહેવું જરૂરી છે.
ટુંકમાં નીચેની સૂચનાઓ યાદ રાખવી.

(૧) ડાયાબિટીસની નિયમિત તપાસ તથા સારવાર લેવી જેથી ડાયાબિટીસ કાબુમાં રહે. 

(૨) આંખના પડદાની નિયમિત તપાસ તથા સારવાર (દર વર્ષે એકવાર) 

 

(૩) બ્લડપ્રેસરનાં દર્દીઓ કિડની નબળી હોય, કોલેસ્ટ્રોલ વધુ હોય તથા સગર્ભા સ્ત્રીઓની વિશેષ તપાસ કરવી જરૂરી છે. 

(૪) તમાકુ, સીગારેટ, દારૂ ન લેવા.

(૫) ટાઇપ-૧ ડાયાબિટીસના દર્દીઓએ પણ નિદાન વખતે અને ત્યારબાદ દર વર્ષે એકવાર આંખના પડદાની તપાસ કરાવવી.

Next
  Untitled Document