Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૭. પગની જાળવણી

ગરમીના દિવસોમાં ડાયાબિટીસના દર્દીઓ પગની ખાસ જાળવણી કરે.

ડાયાબિટીસ અને પગ

ડાયાબિટીસ એક રોગ નહીં પણ વધતી જતી સામાજીક સમસ્યા છે. ૧૫% જેટલા ડાયાબિટીસના દર્દીઓને તેમના જીવનકાળ દરમિયાન પગનાં ધારા થાય છે. તેમાં ૧% જેટલા લોકોના પગ કાપવા પડે છે. ૩૦% જેટલા લોકોને એકથી વધારે વખત પગમાં રસી થાય છે અને વારંવાર ઓપરેશન કરાવવું પડે તેવું બને છે. આ ઉપરાંત કિડનીની તકલીફ, આંખની તકલીફ, હૃદયની તકલીફ પણ થાય છે. આપણે ડાયાબિટીસને પગ સાથે શું સંબંધ છે, પગમાં શું તકલીફ થાય અને તેને અટકાવવા શી કાળજી લેવી જોઇએ તેના વિશે માહિતી મેળવશું.   

પગમાં તકલીફ થવાનાં મુખ્ય કારણો

 

(૧)          મગજનાં જ્ઞાનતંતુઓ બહેરા થવા

(૨)          લોહીની નળીઓનું સુકાય જવું.

(૩)          જાણતા-અજાણતાં થતી ઇજાઓ

(૪)         રૂઝાવાની પ્રક્રિયામાં થતી ખામી.

(૫)         સુક્ષ્મ જીવાણુઓ દ્વારા હુમલો

(૬)       ધારાવાળા ભાગને આરામનો અભાવ.

                મગજનાં જ્ઞાનતંતુઓ ઇલેક્ટ્રીકના બારીક વાયરો જેવા હોય છે. તેને ડાયાબિટીસને કારણે નુકશાન થાય છે તે કારણે પગની ચામડી બહેરી થઇ જાય છે. કોઇક દર્દીને ઝણઝણાટી થાય, બળતરા થાય, કાંટા ખૂંચતા હોય તેવું લાગે, પગનાં તળિયા રૂ જેવા લાગે. થોડા ઉદાહરણોથી આ સમસ્યા સમજીએ જમનાબેન કરીને એક દર્દી મે મહિના ગરમીના દિવસોમાં પંચનાથ મંદીર દર્શન કરવા ગયાં બીજે દિવસે પગનાં તળિયામાં ફોડલા દેખાયા. ડોક્ટરને દેખાડતાં ખબર પડી કે પગ દાઝી જવાથી આમ થયું.

                તેનું કારણ હતું ગરમ લાદી ઉપર ઉભેલ જમનાબેનને દાઝવાનું ભાન જ ન થયું કારણ કે તેમના પગની ચામડી ડાયાબિટીસને કારણે બહેરી થઇ ગયેલ. તે જ રીતે એક દર્દી અનિલભાઇ પગનાં તળિયામાં ખૂચેલી ખીલી સાથે બે મહિના સુધી ડ્રેસીંગ કરતાં. પગમાં ખીલી ક્યારે ખૂંચી તેની જ અનિલભાઇને ખબર ન હતી. દુઃખાવાની સંવેદના મગજમાં લઇ જતાં જ્ઞાનતંતુઓ જ ખરાબ થઇ ગયેલ. આવા દર્દીને પગમાં ધગધગતો કોલસો અડે તો પણ ખબર પડતી નથી. અમુક દર્દીઓ શિયાળામાં તાપણું કરીને પગ શેકતા હોય ત્યારે પણ દાઝી જાય અને ફોડલા થાય છે.

                વળી આજ જ્ઞાનતંતુની તકલીફને કારણે પગભાં પરસેવો ઓછો થાય છે અથવા તો પરસેવો થતો જ નથી. તે કારણે પગની ચામડી સુકાય છે, પગમાં ચીરા કે, વાઢિયા પડે છે. ક્યારેક પેનીમાં થતાં આ વાઢિયા રસી થવાથી પગ કપાવવા સુધી લઇ જાય છે. નિયમિત તેલ, વેસેલીન કે સારો ક્રીમ લીગાવવાથી આ તકલીફ નિવારી શકાય છે. તેવી જ રીતે મંદિર, મસ્જિદ, દેરાસરમાં જતી વખતે જાડાં સુતરાઊ મોજાં દાઝી જવાથી બચાવી શકે છે.. કાચ, કાંટો કે કાંકરી વાગતી અટકાવવા હંમેશા ખાસ જાતનાં પગરખાં પહેરવાં જોઇએ.

                ઇસ્માઇલભાઇ નામના દર્દી છ મહિનાની પગની કાળી બળતરાથી પીડાય આંગળીનાં ટેરવા પર થયેલ એક નાનું ધારૂ તેમને રાત્રે સુવા પણ દેતું ન હોતું. પગમાં અસહ્ય બળતરા થતી. બીડી, તમાકુનું બંધારણ છોડ્યું અને યોગ્ય સારવાર કરાવી પછી ત્રણ મહિને દુઃખ મટ્યું તે જ રીતે ધોરાજીના હનીફભાઇએ અંગુઠાનો નખ થોડો ઉંડો કાપ્યો, ચામડીમાંથી થોડી ઇજા થઇ, પછી અંગુઠો કાળો પડવા માંડ્યો. કોઇ સર્જને એક અંગુઠો કાપ્યો ત્યાં બાજુની આંગળી કાળી થઇ આમ એક પછી એક આંગળી કાળી પડતાં પગ કાપવાનો વારો આવ્યો. આ તકલીફનું મુખ્ય કારણ છે. લોહીનાં પરિભ્રમણની ખામી. ડાયાબિટીસમાં તથા બીડી-તમામકુનું સેવન કરતાં લોકોમાં લોહીની નળીઓ સાંકડી થતી જાય છે. તેમાં પણ દારૂનું બંધાણ હોય તો લોહીની નળીમાં ચરબીના ગઠ્ઠા જામી જાય છે. આ તકલીફોથી પગમાં લોહી ફરતું ઓછું થયા છે તેથી પગ સુકાય છે જેને ગ્રેન્ગ્રીન કહે છે. આ અટકાવવા માટે ડાયાબિટીસનો સંપૂર્ણ કાબુ જરૂરી છે. સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓને બીડી, તમાકુ કે દારૂનું સેવન તો કરવું જ ન જોઇએ.

 

                રમેશભાઇ પટેલનાં ઘરનાં સભ્યો ઘરમાં આવતી દુર્ગંધ માટે ઘરના ખુણે ખુણે તપાસ કરે છે. તેમને શંકા હોય છે કે ક્યાંય ઉંદર તો મરી નથી ગયોને પણ પછી ખબર પડે છે કે રમેશભાઇનાં પગરમાં ધારૂં છે તેમાંથી દુર્ગંધ આવે છે. આવાં ધારા ઘણીવાર જરાપણ દુઃખતાં નથી તેથી દર્દીનું ધ્યાન ત્યાં જતું નથી. દાઝી જવું, ફુગ થવી, ઇજા થવી તે ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓને વધારે હેરાન કરે છે.

                વાતાવરણમાં અસંખ્ય સુક્ષ્મ જીવાણુઓ હોય છે. તે આ ઇજા દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ દર્દીઓમાં લોહીમાં સાકરની હાજરી જીવાણુઓને વધવા માટે મોકો આપે છે.

                વળી આવા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી થઇ ગઇ હોય છે. તેથી સામાન્ય માણસોને જ ધારું ૧૦ દિવસમાં મટે તે ડાયાબિટીસના દર્દીનો બે ત્રણ મહિના સુધી મટતું નથી. તેથી જ્યારે પણ ઇજા થાય ત્યારે તુરંત જંતુનાશક દવા (એન્ટીસેપ્ટીક)થી સાફ કરી યોગ્ય એન્ટીબાયોટીક દવાઓ લેવામાં આવે તો જંતુને ફેલાતાં અટકાવી શકાય છે.

                પગનાં ધારા ન રૂઝાવા પાછળનું બીજું કારણ છે આરામનો અભાવ. આ દર્દીઓને પગમાં ધારા હોવા છતાં દુઃખતાં નથી તેથી તેના ઉપર ચાલવાનું ચાલુ રાખે છે તે કારણે ધારાંને વારંવાર નાની મોટી ઇજાઓ થાય છે ક્યારેક વર્ષો સુધી આ ધારાં રૂઝાતાં નથી. પગની તકલીફ અટકાવવા તથા પગ કપાતો બચાવવા કેટલાક સુચનો છે એક સુચન છે પગનાં તળિયાની નિયમિત તપાસ. દર્દીએ દરરોજ પોતાના પગના તળિયા, આંગળા વચ્ચેની જગ્યાનું અવલોકન કરવું જોઇએ. તેમ કરવાની વાઢિયા, ઇજા, ફુગ, રસી વગેરેનું વહેલું નિદાન થાય છે. વહેલું નિદાન તથા વહેલી સારવાર રોગને આગળ વધતો અટકાવે છે.

                બીજું સુચન છે યોગ્ય પગરખાં પહેરવાનું ઘરમાં કે ઘરની બહાર બુટ સેન્ડલ કે મોજડી જ પહેરવી જોઇએ. સ્લીપર કે ચપ્પલ બિલકુલ પહેરાય નહીં. બહુ ફીટ બુટ પણ પહેરાય નહીં દર્શન કરવા જતી વખતે જાડાં સુતરાઉ મોજાં ગરમીથી થતી ઇજા સામે રક્ષણ આપે છે અને છેલ્લે આ બધાં સાથે બીડી-તમાકુ-દારૂ છોડી દેવામાં આવે તો સોનામાં સુગંધ ભળે અને આપણા ડાયાબિટીસના દર્દીના પગ કપાતા ચોક્કસ અટકાવી શકાય.

 

  Untitled Document