Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો

આપણાં ચંદુભાઇ ખરાને.... શેર દલાલ છે, વજન ૧૦૮ કિલો અને મોટા આસામી છે.... જોરદાર માણસ છે અને તેમને "જોરદાર" ડાયાબિટીસ વળગ્યું છે. ચંદુભાઇના એક નાના ભાઇ છે. હરીશ ભાઇ... જમીન-મકાનના મોટા દલાલ છે. ઉમર ૩૫ વર્ષ છે અને વજન ખાલી ૯૮ કિલો છે. ઇંજેકશન લે છે વાગ્યે ઉઠીને ચાલવા જાય અને થાળીમાં ગળપણ જોવે તો રાડો પાડે....હરીશભાઇ જોઇને ગભરાય...." ચંદુભાઇ, ક્યાંક મને તો ડાયાબિટીસ નહીં થાય ને...." દરેક ડાયાબિટીસના દર્દીના સગાના આ સવાલ છે કે "મને ડાયાબિટીસ ન થાય તે માટે મારે આજથી શું કરવું જોઇએ."

ડાયાબિટીસ ટાઇપ-૧ને અટકાવી શકાય ?

જાગૃત રહેવાથી ડાયાબિટીસ ટાઇપ-૧નું વહેલું નિદાન થઇ શકે છે પણ અત્યારના સંજોગોમાં, તેને અટકાવવો મુશ્કેલ છે. ભવિષ્યના વર્ષોમાં એવી રસી ઊપલબ્ધ થશે જે ડાયાબિટીસ ટાઇપ-૧ ના દર્દી બાળકોનાં ભાઇ-ભાંડેરૂઓને આપવાથી, આ રોગને થતો અટકાવી શકાશે.
 

ડાયબિટીસ ટાઇપ-ર ને અટકાવી શકાય ?

ડાયાબિટીસ ટાઇપ-ર, મોટી ઉંમરે થતી ચયાપચયની ક્રિયાની ખામી છે જેમાં શરીરમાં (૧) ઈન્સ્યુલીનના સ્ત્રાવની ખામી તથા (ર) ઈન્સ્યુલીનના કાર્ય સામે પ્રતિકારક જોવા મળે છે. આ રોગને સ્થૂળતા, બેઠાડું જીવન અને માનસિક તાણ સાથે સંબંધ છે, એવું જોવા મળ્યું છે.

શું તમને ડાયાબિટીસ ટાઇપ-ર થવાની શક્યતા છે ?

                જાણવું હોય તો નીચે જણાવેલ પરિસ્થિતિમાંથી કોઇ પણ એક જો તમને લાગુ પડતી હોય તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા છે.

-              જેમના ભાઇ-બહેન કે માતા-પિતાને ડાયાબિટીસ ટાઇપ-ર છે.

-              જેમનું વજન તેમની ઉંચાઇને માટે નક્કી કરવામાં આવેલ યોગ્ય વજન કરતા વધારે છે. જેમનું શરીર સથૂળ અને મેદસ્વી છે.

-              જેસ્ત્રીને સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ થયેલ હોય અથવા જે સ્ત્રીને નવ પાઊન્ડ (૪કિલો) થી વધારે વજનના બાળકને જન્મ આપેલ હોય.

-              જે વ્યક્તિને હાઇ બ્લડપ્રસર (લોહીના ઉંચા દબાણ) છે.

-              જે વ્યક્તિની જીવનશૈલી બેઠાડુ છે અને અઠવાડિયામાં ત્રણ વખત કસરત નથી કરતાં.

-              જેમને પેટ અને કમર આજુબાજુ ચરબીનો ભરાવો છે (અથવા જેમની કમર ૪૦" થી વધુ છે.) તેવા લોકોને ડાયાબિટીસ વધારે થાય છે.

-              જેમનો લીપીડ પ્રોફાઇલ (ચરબીની તપાસ) નોર્મલ નથી. ધ્યાન રાખો. જેમ જેમ લોકો ઘરડા થાય છે તેમ તેમ ડાયાબિટીસ ટાઇપ-રનું જોખમ વધતું જાય છે. ડાયાબિટીસ ટાઇપ-ર અટકાવવા માટેનાં સોનેર સૂચનો-

વજન ઘટાડો

ઉંચાઇ

વજન કિ.ગ્રા.

પાઊન્ડમાં

૧૦"

૫૦ કિ.

૧૧૦

૧૧"

૫૨ કિ.

૧૧૪

૦"

૫૩ કિ.

૧૧૮

૧"

૫૬ કિ.

૧૨૨

૨"

૫૭ કિ.

૧૨૬

૩"

૫૯ કિ.

૧૩૦

૪"

૬૦ કિ.

૧૩૪

૫"

૬૨ કિ.

૧૩૮

૬"

૬૪ કિ.

૧૪૨

૭"

૬૬ કિ.

૧૪૬

૮"

૬૮ કિ.

૧૫૧

૯"

૭૦ કિ.

૧૫૫

૧૦"

૭૨.૫ કિ.

૧૬૦

૧૧"

૭૪.૫ કિ.

૧૬૫

૦૦"

૭૬.૫ કિ.

૧૬૯

૧"

૭૯ કિ.

૧૭૪

૨"

૮૧.૫ કિ.

૧૭૯

૩"

૮૪ કિ.

૧૮૪

ખોરાક ઓછો કરો તેનો પ્રકાર અને ખાવાની રીતભાત બદલો તથા કસરત કરો. આથી વજન ચોક્કસ ઘટશે. તમારી કમર ઘટાડીને ૪૦" થી નીચે કરો.

પ્રવૃત્તિમય રહો

પાંચ કિલોમીટર ચાલવું અથવા કસરત કરવી એ આવશ્યક છે. પરંતુ રોજબરોજના જીવનમાં થોડીક આદતો બદલી અને બેઠાડું જદગીને પ્રવૃત્તિમય કરી શકાય. જેમકે,
 

-              ઓફિસ અને ઘરમાં લીફટ ન વાપરવી. દાદરો ચડવો.

-              જો ઘર ઉંચાઇ પર હોય અને લીફટ વાપર્યા વગર ચાલે તેમ ન હોય તો પહેલા બે-ત્રણ દાદરા ચડી જવું અને પછી લીફટ વાપરવી.

-              વાહનને ઓફિસ અથવા માર્કેટથી થોડું દૂર ઉભું રાખવું અને પછી ચાલી નાખવું.

-              બસમાં મુસાફરી કરતાં હો તો એક સ્ટો૫ વહેલાં ઉતરી જવું અને પછી ચાલી નાખવું.

-              ટીવી જોતા જોતા પણ ચાલવું.

-              ઓફિસમાં પટ્ટાવાળા સાથે ફાઇલ મોકલવાને બદલે જાતે આપી આવવી.

-              સ્પ્રીંગ, બુલવર્કર, કોર્ડિયો વેઇટ લીફ્ટીંગ જેવી જીમનેશીયમમાં થતી કસરતો સ્નાયુનું સ્વાસ્થ્ય વધારે છે અને ડાયાબિટીસને થતો અટકાવે છે.

સ્વાસ્થ્યદાયક ખોરાક ખાવો

ગુજરાતી ખાણું એ સ્વાસ્થ્યદાયક ખોરાક છે પરંતુ આપણે સાદો અને હળવો ખોરાક ખાવાની બદલે તળેલો, ઘીવાળો, ક્રિમ તથા ચીઝવાળો ખોરાક લઇએ છીએ. આથી ખોરાકમાં નીચે મુજબના ફેરફાર કરવા.

-              તળેલો ખોરાક, ફાસ્ટફુડ, મીઠાઇ, આાઇસ્ક્રીમ વિગેરેમાં કાપ મુકો.

-              ફળો, શાકભાજી, દાળ, કઠોળ અને આખા ધન્ય વધારે લેવા ખોરાકમાં રેસાવાળા ફળ, શાક વધારે લેવા, ફણગાવેલા કઠોળ વધારે લેવા.

-              દાળ, શાક, કઠોળ વગેરેમાં સાકર કે ગોળ નાખવા નહીં.

-              રીસેપ્શન કે પાર્ટીમાં બને ત્યાં સુધી બાફેલા ફરસાણ જેવા કે ઢોકળા, ખાંડવણી, ઇડલી વગેરે ખાવા.

-              આઇસ્ક્રીમ કે ડેઝર્ટ એકલા ખાવાને બદલે કોઇની સાથે ખાવાથી અડધા જ ખાવાના રહે.

-              જમવાનું શરૂ કરતા પહેલા થોડો સલાડ ખાઇ લેવો અથવા એક ગ્લાસ છાશ પીવી.

-              ભોજન સાથે ઠંડા પીણાની બદલે પાણી પીવું.

-              રસોઇ બનાવતી વખતે થોડું થોડું મોઢામાં મુકવાની આદત છોડવી.

-              જમતાં જમતાં ટીવી જોવાની બદલે સંગીત સાંભળવવું, જમતી વખતે ટીવી જોવાથી વધારે ખોરાક લેવાય છે.

-              ધીરે-ધીરે જમવું કારણ કે જઠરમાંથી પેટ ભરાઇ ગયાનું સીગ્નલ મગજમાં પહોંચવામાં સમય લાગે છે.

-              ચમચી તથા વાટકાની સાઇઝ ઘટાડી નાખો.

-              એક સાથે ખુબ ખાવાની બદલે નાના-નાના ચારથી પાંચ ખોરાક લેવા.

-              જમવાનું નિયમિત સમયે લેવું કામના બોજ હેઠળ ખુબ મોડેથી જમવાની આદત બદલવી.

જીવન શલી બદલો

પાંચ કિલોમીટર ચાલવું અથવા કસરત કરવી એ આવશ્યક છે. પરંતુ રોજબરોજના જીવનમાં થોડીક આદતો બદલી અને બેઠાડું જદગીને પ્રવૃત્તિમય કરી શકાય. જેમકે,

-              સીગારેટ, બીડી, પાન, તમાકુ વિગેરે સદંતર છોડી દેવા.

-              આલ્કોહોલ લેવાનો બંધ કરી દેવો એ હિતાવહ છે અને જો લેવો હોય તો તેનું પ્રમાણ સાવ ઓછું કરી નાખવું. આલ્કોહોલમાં ઠંડા પીણા જેમાં સુગર હોય છે તે ભેળવવા નહીં. આલ્હોહોલ સાથે લેવાતા કાજુ, શીંગ કે પછી ભજીયા વગેરેમાં ખુબ કેલેરી હોય છે તે ન લાવે.

-              માનસિક તાણથી દૂર રહો, રોજબરોજના તાણને ઘટાડવા ધ્યાન અથવા મેડીટેશન કરો. થોડું સંગીત સાંભળવું કે પછી બાળકો સાથે રમવું.

-              યોગ, યોગાસનો, પ્રાણાયામ અને યોગિક ક્રિયાઓ પણ માનસિક તાણને હળવું કરવામાં મદદરૂપ બને છે.

શું દવાઓ/સારવાર ડાયાબિટીસને અટકાવી શકે છે ?

મેટફોર્મીન

જેમને બારણે ડાયાબિટીસ ટકોરા દેતુ હોય એવા જાડાં લોકોએ મેટફોર્મીન નામની દવા લેવી જોઇએ. જેનાથી ડાયાબિટીસ થતું અટકે છે. ગ્લીટાઝોન નામની દવા પણ મદદરૂપ જોવા મળી છે.

સ્થુળતા માટેની દવાઓ

સીબુટ્રામીન અને ઓરલીસ્ટેટ નામની સ્થૂળતા-વિરોધી દવાઓ પણ ડાયાબિટીસને થતો અટકાવે છે.

સ્થળૂળતા માટેની શસ્ત્રક્રિયા

ખુબ વધારે જાડાં લોકો પેટ-આંતરડાનું ઓપરેશન કરાવે છે. જેનાથી વજન ઘટે છે અને ડાયાબિટીસ નાબૂદ થઇ શકે છે. જો કે ડાયાબિટીસને થતો અટકાવવા માટે જીવન શૈલીમાં ફેરફાર અને કસરતને શ્રેષ્ઠ ઉપાય ગણવામાં આવે છે. આ વિષયમાં ખૂબ વધારે સંશોધન થવા સંભવ છે.

  Untitled Document