Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૩૦. ભવિષ્યમાં ડોકિયું

ડાયાબિટીસનના ભવિષ્યમાં ડોકીયુ...

આપણાં ચંદુભાઇ જેવા ઘણાં બધાં ડાયાબિટીસના દર્દીઓ રાહ જોઇએ બેઠાં છે કે ક્યારે ડાયાબિટીસની સારવારમાં કંઇક નવી ચમત્કારીક શોધ થશે અને ડાયાબિટીસ મટી શકશે કે ઈન્સ્યુલીનના ઇંજેકશન બંધ થશે કે આ કાયમી ખોરાકની પરેજી જશે. ડાયાબિટીસના ક્ષેત્રમાં દુનિયાભરમાં કરોડો ડોલરને ખર્ચે ભરપુર સંશોધન થઇ રહ્યા છે અને ઘણી બધી સંસ્થાઓ, વૈજ્ઞાનિક અને ડોક્ટરો સતત આ કાર્ય કરી રહ્યા છે... રમુજમાં કહીએ તો ડાયાબિટીસથી જેટલા માણસો મરે છે એનાથી ચોથા ભાગનાં "ડાયાબિટીસ" (ની શોધખોળ) પર જીવે છે પણ ખરા... આજે આપણે ડાયાબિટીસ પર થતાં મુખ્ય સંશોધનો પર નજર નાખીએ

શું ડાયાબિટીસ મટી શકશે ?:-

ડાયાબિટીસની મોટી મુશ્કેલી એ  છે કે એકવાર થાય પછી દર્દીનો છેડો છોડતું નથી... ભવિષ્યના સ્વાદુપિંડનાં કોષોને જીવતાં કરે એવી દવા આવી શકે છે જેના છ મહિના કે વર્ષ કે બે વર્ષ કોર્ષ કર્યા બાદ ડાયાબિટીસ સાવ "મટી" જાય.

જેમ કે કિડની બદલાવીને નવી લઇ શકાય છે એમ, ભવિષ્યમાં સ્વાદુપિંડ બદલાવવાનું ઓપરેશન લઇ શકે આ સારવાર ટાઇપ-૧ ડાયાબિટીસનાં બાળ દર્દીઓ તથા વધુ ઈન્સ્યુલીન લેતાં દર્દીઓ માટે વરદાનરૂપ થશે.

શું ડાયાબિટીસ થવાનું છે, એમ અગાઉથી ખબર પડશે ?:-

શરીરની અમુક લેબોરેટરી તપાસ કે જનીનની તપાસ વડે અગાઉથી જાણી શકાશે કે ડાયાબિટીસ થવાની શક્યતા છે કે કેમ અને તેને માટે યોગ્ય સારવાર જેવી કે ટાઇપ-૧ ડાયાબિટીસ માટે વેકસીન ઉપલબ્ધ થશે.

શું ડાયાબિટીસનું નિદના સહેલું થશે ?:-

હાલ લોહીમાં સુગર તપાસ માટે નસમાંથી કે આંગળીમાંથી લોહી લેવું પડે છે. ભવિષ્યમાં આ તપાસ થૂંક કે આંસુમાંથી થઇ શકશે કે માત્ર ચામડી પર સાધન રાખવાથી સુગરની જાણકારી મેળવી શકાશે.

શું ઈન્સ્યુલીનના ઇંજેકશનનો કોઇ વિકલ્પ શોધાશે ?:-

જેમને દવા તરીકે ઈન્સ્યુલીન લેવાનું એવાં દર્દીઓ ઇંજેકશન લઇને કંટાળી જાય છે.... પણ થોડી ધીરજ રાખો.

ઈન્સ્યુલીન પંપ :-

શરીરમાં સતત ઈન્સ્યુલીન આપ્યા કરે એવો પંપ હાલ ઉપલબ્ધ છે. આ પંપને નળ અને સ્ટીકર વડે ચામડી સાથે જોડવાના હોય છે. ભવિષ્યમાં એવા પંપ આવશે કે જે પોતે બ્લડ સુગર માપીએ મુજબ ઈન્સ્યુલીનનો ડોઝ અપાશે. શ્વાસમાં લઇ શકાય કે ચામડી પર લાગડી શકાય તેવા ઈન્સ્યુલીન ઉપલબ્ધ થશે. હાલ બજારમાં મોઢામાં સ્પ્રે કરી શકાય તેવા ઈન્સ્યુલીન મળે છે. આ જાતના ઈન્સ્યુલીનના વપરાશ કતાં દર્દીએ ઇજેકશન નહિં લેવા પડે.

શું એવો ખોરાક મળશે જેનાથી ડાયાબિટીસ થતો અટકે કે કાબુમાં રહે :-

ભવિષ્યમાં એવા ક્રિયાશીલ ખોરાક (Functional Foods) મળશે જેનાથી ડાયાબિટીસ કાબુમાં રહેશે અથવા થતું અટકશે. ખોરાકમાં લેવાતી ચરબીને ૧૦૦% બંધ કરી શકાય એવા અવેજીના પદાર્થો મળશે.

શું શરીરનું જનીનીય બંધારણ બદલી શકાશે જેથી ડાયાબિટીસ ન થાય ?:-

ડાયાબિટીસ વંશવારસાગત રીતે આગળ વધે છે અને ભવિષ્યમાં એવી જનીનની સારવાર (Genetic Treatment) ઉપલ્બ્ધ થશે કે ડાયાબિટીસને થતો અટકાવી શકાય. આ સિવાય ડાયાબિટીસને લીધે તકલીફો, હૃદયરોગ, કીડનીની તકલીફ, આંખની તકલીફ અને પગની તકલીફો માટે પણ ખુબ બહોળા પ્રમાણમાં સંશોધનો ચાલુ છે અને ભવિષ્યમાં ડાયાબિટીસને લીધે આ અંગોને નુકશાન ન થાય અથવા થયેલ નુકશાન પાછું વળે એવી સારવાર ઉપલબ્ધ થશે.

ડાયાબિટીસનો ઝંઝાવાતી ફેલોવો રોકો :-

ભારતે વિશ્વની ડાયાબિટીસ રાજધાની ગણવામાં આવે છે અને આવું અનુમાન છે કે સન ૨૦૨૫ સુધીમાં કદાચ દર છ વ્યક્તિને ડાયાબિટીસ હશે. ડાયાબિટીસનો આ ઝંઝાવાતી ફેલાવો રોકવા એ પણ એક ભવિષ્યનો પડકાર છે જેથી આપણાં રાષ્ટ્રનું આરોગ્ય વધુ સારું અને જીવન વધુ ફળદાયી અને લાંબુ બને.

  Untitled Document