Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
0૩. મેરા સૂરજ હૈ તું ...

વિકાસ તેના માતા-પિતાનું ખૂબ લાડકવાયું સંતાન. પાણી માંગે તો દૂધ મળે અથવા આજની ભાષામાં કહીએ તો રોટલી માંગે તો પીઝા મળે, એવો લાડકો. આમ તો સાત વર્ષનો થયો ત્યાં સુધી કોઇ મોટી તકલીફ નથી થઇ; પણ હમણાં છેલ્લા ત્રણ-ચાર માસથી સાજો-માંદો રહે. શરદી-ઉધરસ થાય તો મટતાં નથી. બરાબર જન્માષ્ટમીની રાત્રે વિકાસને તાવ હતો પણ સાથે ઉલ્ટીઓ થવા લાગી, પેશાબમાં થોડી બળતરા થતી હતી. શેરીમાં જ ડો.પટેલનું દવાખાનું, તેમની પાસે વિકાસને લઇને જ્યોતિબેન પહોંચ્યા વિકાસતો સાવ નંખાઇ ગયેલો. પટેલ સાહેબે લેબોરેટરીમાં પેશાબ તપાસ કરાવી તો પેશાબમાં ભરપૂર સુગર અને એસીટોન. પટેલ સાહેબની ભલામણથી વિકાસને તાત્કાલીક બાળકોના નિષ્ણાંત હોસ્પીટલમાં દાખલ કર્યો. સુગર હતું ૫૮૪;  ઈન્સ્યુલીન, બાટલાઓ અને અન્ય સારવારથી ધીમે ધીમે સુગર કાબૂમાં આવ્યું અને પેશાબમાંથી એસીટોન ગયું.

બાળકોના નિષ્ણાત ડો.પંડ્યાએ રજા પહેલાં અશ્વિનભાઇ અને જ્યોતિબહેનને બોલાવ્યા અને નિદાન સમજાવ્યું :

"વિકાસને ડાયાબિટીસ ટાઇપ-૧ છે. વિકાસને સાજા રહેવા માટે ઈન્સ્યુલીનના ઇંજેકશન લેવા પડશે." જ્યોતિબહેન તો હેબતાઇ ગયા. "ઘરે જઇને પણ રોજ ઇંજેકશન લેવાના ?" ડો.પંડ્યાએ કહ્યું "હા, આ બાળકોએ તંદુરસ્ત રહેવા અને ડાયાબિટીસ ૫ર કાબુ મેળવવા ઈન્સ્યુલીનનાં ઇંજેકશન જરૂરી છે."

 


અશ્વિનભાઇએ પુછ્યું "પંડ્યા સાહેબ, પણ કેટલો વખત લેવાના ? કાબુ થયા બાદ બંધ ન થઇ શકે ?"

ડો. પંડ્યાએ કહ્યું કે "આ બાળકોનાં શરીરમાં ઈન્સ્યુલીનનો કાયમી અભાવ છે. જે શરીર માટે ખોરાક, પાણી અને શ્વાસ જેટલો અગત્યનો પદાર્થ છે. માટે આ ઇંજેકશન હંમેશ અને જીવનભર લેવા પડે છે."

વિકાસને લઇને મમ્મી-પપ્પા ઘરે આવ્યા પણ મુડ ડાઉન થઇ ગયો. એમાં પણ ખબર પડી એટલે વિકાસના દાદ જયંતિભાઇ બગડ્યા.... "આ વિકાસનાં દાદીને પણ સાત વર્ષથી ડાયાબિટીસ છે, તેને ક્યાં ડોક્ટર ઇંજેકશન આપે છે ? કોઇક બીજા સારા ડોક્ટરને બતાવીએ. આવડાં બચ્ચાને રોજ વીંધી નાંખવાનો...?"

આવો આપણે આ ગોટાળો સમજીએ. વિકાસનું ડાયાબિટીસ કેવું અને તેનાં દાદી દયાબેનનું ડાયાબિટીસ કેવું ? ચાલો પ્રકાશ પાડીએ.

 

ભલેને નામ ડાયાબિટીસ છે અને બન્નેમાં સુગર વધે છે. પણ....

ડાયાબિટીસ ટાઇપ-૧ અને ડાયાબિટીસ ટાઇપ-ર, આમ બિલકુલ જુદી તકલીફો છે.

ડાયાબિટીસ ટાઇપ-૧ નાની ઉંમરના બાળકોને થાય, શરીરમાં ઈન્સ્યુલીનની પૂરી ઉણપ છે, કસરત, ખોરાક ઓછા અગત્યના છે. ઈન્સ્યુલીનના ઇંજેકશન એ એક માત્ર અને જીવનરક્ષક સારવાર છે.

 

ડાયાબિટીસનાં ચિન્હો

ડાયાબિટીસના સામાન્ય લક્ષણો કંઇક આવા છે.

 

વધુ ભૂખ લાગે છતાં વજન ઘટે.

 

વધુ પેશાબ લાગે અને સાથે સાથે વધુ તરસ પણ લાગે.

 

ક્યાંક ઇજા થાય તો રૂઝ આવવામાં વાર લાગે.

પગમાં ગોટલામાં કળતર થાય હાથપગમાં ખાલી ચડે.

 
   

ગુહ્ય ભાગમાં ખણ આવે કે રસી આવે.

ખૂબ વધારે નબળાઇ લાગે.

ઘણે ભાગે એટલે કે ૮૦% ડાયાબિટીસનું નિદાન અકસ્માતે એટલે કે કોઇ બીજા કારણસર લેબોરેટરી તપાસ કરાવતાં થાય છે. માટે લક્ષણોની રાહ જોતાં બેસવામાં ડહાપણ નથી.... ટુંકમાં ડાયાબિટીસને લીધે બે ધંધા જોરદાર ચાલે એક મીનરલ વોટરની બોટલવાળાનો અને બીજો "સુલભ સૌચાલય વાળાનો !"

હવે ડાયાબિટીસના મુખ્ય પ્રકારો વિષે જાણીએ.

ડાયાબિટીસનાં પ્રકારો છે.

ડાયાબિટીસના મુખ્ય ત્રણ પ્રકારો છે.

(૧) ડાયાબિટીસ ટાઇપ -૧

(૨) ડાયાબિટીસ ટાઇપ-૨

(૩) સગર્ભાવસ્થાનો ડાયાબિટીસ

ડાયાબિટીસ થવાના કારણો, રોગની તીવ્રતા, રોગમાં વધારો થવાનો દર, ઉપચારની અસર કારકતાં વગેરેને ધ્યાનમાં રાખી ડાયાબિટીસનું વર્ગીકરણ કરવામાં આવેલ છે. આ રીતે અલગ અલગ પ્રકારોમાં વિભાજન કરવાથી દર્દીઓની સારવાર, નિદાન તથા સંશોધન માટેની વિગતો એકઠી કરવામાં, સારવાર કરવામાં અને સારવાર તથા પરીક્ષણની નવી પદ્ધતિ દાખલ કરવામાં મદદરૂપ થાય છે.

  Untitled Document