Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૦૬. જાને તુ યા જાને ના

જાને તું યા જાને ના.... માને તું યા માને ના....

નવીનભાઇને છેલ્લા આઠ વર્ષથી ડાયાબિટીસ છે. પરંતુ ખાવા પીવાની પરેજી ચોક્કસ પાળે અને તેમના ડોક્ટરે આપેલી સલાહ પ્રમાણે નિયમિત દવા લે અને કસરત પણ કરે. એકપણ દિવસ એમનો એવો ન હોય કે જ્યારે એમણે દવા લેવામાં કે જમવામાં કોઇપણ જાતની છૂટ લીધી હોય. એમનું બ્લડ સુગર પણ કંટ્રોલમાં જ હોય. ક્યારેય પણ ૧૬૦ ઉપર જમ્યા પછીની સુગર ન જાય અને ભૂખ્યા પેટે કરાવેલ સુગર લેવલ ૧૨૦ની પર ન જાય. પરંતુ આજે આઠ વર્ષ પછી પહેલી વખત ભૂખ્યા પેટે કરાવેલ સુગર લેવલ ૧૨૦ની ઉપર આવી. સૌથી પહેલું કામ તેમણે લેબોરેટરી બદલવાનું કર્યું બીજી લેબોરેટરીમાં તપાસ કરાવી તો તેમાં પણ સુગર ૨૦૦ની ઉપર જ આવી અને તેમાં ૨૫૦ની ઉપર હતી. રીપોર્ટ જોઇને તેમને ગુસ્સો આવ્યો અને સીધા પેથેલોજીસ્ટ પાસે પહોંચી ગયા. "તમે મારો રીપોર્ટ બરાબર કર્યો નથી. મારી જમ્યા પછીની સુગર કદી ૧૬૦ની ઉપર નથી આવતી. તમે જરા બરોબર ધ્યાન રાખો. રિર્પોટ પર ચેકીંગ બરોબર કરો."

દર્દી ગુસ્સે થઇને બોલવા લાગે ત્યારે ડોક્ટરને તો શાંત રહેવા સિવાય છુટકો નથી પણ ડોક્ટરે ફરી સુગર કરવા માટે કહી દીધું. ફરીથી કરતાં પણ સુગર તો એટલી જ આવી. આથી નવીનભાઇ ફરી નારાજ થઇ ગયા. "હું ડોક્ટરની દરેક સલાહ પાછળું છું; અને આજકાલની નહીં પરંતુ આઠ વર્ષથી કરૂં છું. મારી સુગર ક્યારેય વધી નથી. તમારા રીપોર્ટ ખોટા છે."

"તમે પહેલા શાંત થઇ જાવ પછી વાત કરીએ. તમે હમણાં લગ્નગાળો છે તો મીઠાઇ ખાધી હશે અથવા ગઇ કાલે કોઇએ આઇસ્ક્રીમ ખવડાવ્યો હશે."

 

"બેન, હું પરેજી બરોબર પાળું છું. હું મારા ઘરના લગ્ન હોય તો પણ ન ખાઉં. તમે શું વાત કરો છો. મારા દિકરાને એક મહિનો મુંબઇ હોસ્પીટલમાં રાખ્યો હતો. હું ત્યાં રહ્યો ત્યારે પણ દવા લેવામાં ચુક નથી થઇ કે ખાવામાં ચુક નથી થઇ. મારી કસરત માટે પણ હું ચાલવા જતો જ. તો પછી મારી સુગર ક્યાંથી વધે ?"

"તમારા દીકારને શું થયું હતું ?" "શું વાત કરૂં ? બેન, મારો દીકરો પાંત્રીસ વર્ષનો અને તેને હાર્ટ એટેક આવ્યો. એન્જીયોગ્રાફી કરાવી પછી એન્જીયોપ્લાસ્ટ્રી કરી. આઇ.સી.સી.યુ.માં દસ દિવસ હતો."

"તો આ એક મહિનો તમે મુંબઇ હતા અને તમારો દિકરો આઇ.સી.સી.યુ. હતો."

"પણ સાવ સાથો જઇ ગયો."

"એ વાત સાચી પણ જો એને આવી બધી તકલીફ હતી તો તમને તેની ચિંતા ન થતી ?" તમને તેનું ટેન્શન ન રહેતું ?"

"કેવી વાત કરો છો બહેન ? જુવાન દિકરાને દાખલ કરેલ હોય તો તાણ તો રહે જ ને ?"

"જો તમને આટલું બધુ તાણ હોય તો તમારું સુગર વધી જ જાય ને ?"

"ચિંતા કરવાથી સુગર વધી જાય ?"

 

"ચિંતા, સ્ટેરસ, ટેન્શન આ બધાથી સુગર વધી જ જાય ભાઇ અને આમ દસ દિવસ આઇ.સી.સી.યુ.માં જુવાન દીકરો હોય તો સુગર વધેજ. હવે જો તમને તાણ ન હોય તો એક મહિના પછી ફરી કરાવો તમારું સુગર કન્ટ્રોલમાં આવી જશે."

માત્ર ગળપણ ખાવથી જ સુગર ન વધે. કસરત ન કરવાથી પણ સુગર વધી શકે. લાઇફ સ્ટાઇલ બદલાઇ તેથી પણ સુગર વધી શકે. મન પણ ચિંતા હોય, ભાર હોય, ટેન્શન હોય તો પણ સુગર વધી શકે.

દવાઓ જેવી કે સ્ટીરોઇડ, પીલ્સ, ડાયલેન્ટીન, એન્ટી ડિપ્રેશન્ટ (ટ્રાઇસાઇકલીક)થી પણ સુગર વધી શકે છે. સુગર વધવાના કારણો ઘણા છે. આથી જો તમારી સુગર વધે તો લેબોરેટરી બદલવાને બદલે જો ડોક્ટરની સલાહ લો તો વધારે સારૂં રહે.

લેબોરેટરીમાં તપાસ લોહીમાં રહેલ સુગરની કરવામાં આવે. તમે પોતે તમારી સુગર માટે જવાબદાર છો. તમારા સંજોગો, તમારી રહેણીકરણી, નિયમિતતા આ બધાની અસર સુગર પર થાય છે. માત્ર દવા અને ખોરાક જ તમારી સુગરની વધઘટ માટે જવાબદાર નથી.

ડાયાબિટીસ માટે કઇ કઇ તપાસ કરવામાં આવે છે એ વિશે આપણે વાત કરીશું.

 

  Untitled Document