Home  |  About Us  |  Mission  |  Feedback  |  Contact Us
Untitled Document
 
0૧. હમ તુમ એક કમરે મેં
0૨. મધુપ્રમેહ : ઉપચાર
0૩. મેરા સૂરજ હૈ તું ...
૦૪. વાડ ચીભડા ગળે
૦૫. કારણો : પેટ કે પટારો
૦૬. જાને તુ યા જાને ના
૦૭. ઉલટ તપાસ
૦૮. ગ્લુકોઝનું પ્રમાણ
૦૯. પી.પી.બી.એસ.
૧૧. લેબોરેટરી તપાસ : ગ્લુકોમીટર
૧૨. ગ્લાયકોસીલીટેડ હિમોગ્લોબીન
૧૩. પેશાબની તપાસ
૧૪. સીરમ રીપીડ પ્રોફાઇલ
૧૫. ડાયાબિટીસની સારવાર
૧૬. શું ધ્યાન રાખશો ?
૧૭. ખોટી માન્યતાઓ
૧૮. કસરત શા માટે ?
૧૯. કસરત : કેવી ?
૨૦. સારવાર
૨૧. સારવાર : ઇન્સ્યૂલીન
૨૨. ઇન્સ્યુલીનના : પ્રકાર તથા રીત
૨૩. બેભાન અવસ્થા
૨૪. ડાયાબીટીસ અને હૃદયરોગ
૨૫. ડાયાબીટીસ અને કીડની
૨૬. ડાયાબીટીસ અને આંખ
૨૭. પગની જાળવણી
૨૮. અન્ય વિષમતાઓ
૨૯. ડાયાબિટીસ થતો અટકાવવો
૩૦. ભવિષ્યમાં ડોકિયું
 
     
 


કહેવાય છે કે ડાયાબિટીસની પહેલી વખત જાણ સાઠ ટકા કેસોમાં આકસ્મિક જ થાય છે. આ એક એવો અતિથિ છે જે ગમે ત્યારે – તેને ગમે ત્યારે શરીરમાં પ્રવેશી જાય છે, પણ એક વાર પેઠા પછી માણસ સાથે ‘દગાબાજી’ કરીને તેનો સાથ ક્યારેક અધવચ્ચે છોડી જતો નથી, છેક ચિતા સુધી સાથ નિભાવે છે. એક સમય પડછાયો માણસને છોડીને ચાલ્યો જાય, પણ ડાયાબિટીસ જેનું નામ, બિલકુલ વિશ્વાસપાત્ર દોસ્ત છે.
 
૨૫. ડાયાબીટીસ અને કીડની

ડાયાબિટીસના દર્દીઓમાં ક્રોનિક કિડની ફેલ્ચર (ડાયાબિટીક નફોપથી) અને પેશાબનો ચેપ થવાની શક્યતા વધારે છે આથી ડાયાબિટીસના દરેક દર્દીને નીચે મુજબની માહિતી હોવી જરૂરી છે.

(૧) ડાયાલીસી જરૂર પડે તેવા ક્રોનિક કિડની ફેલ્ચરના ૧૦૦ દર્દીઓમાંથી ૩૫ થી ૪૦ દર્દીઓમાં કિડની બગડવાનું કારણ ડાયાબિટીસ હોય છે.

(૨) ડાયાબિટીસના દર્દીઓમાં કિડની પર થતી અસરનું વહેલું નિદાન, આ ભયંકર રોગ અટકાવી શકે છે.

(૩) ડાયાબિટીસને કારણે કિડની બગડવાની શરૂઆત થઇ ગયા બાદ આ રોગ મટી શકતો નથી. પરંતુ યોગ્ય સારવાર અને પરેજી દ્વારા ડાયાલિસીસ અને કિડની ટ્રાન્સપ્લાટેશન જેવી ખર્ચાળ અને મુશ્કેલ એવી સારવારની જરૂર પડે તે તબક્કાને નોંધપાત્ર સમય માટે (વર્ષો સુધી) પાછો ઠેલી જાય છે.

(૪) ડાયાબિટીસ ટાઇપ-૧ માં ૩૦% દર્દીઓમાં કિડની બગડવાની શક્યતા રહે છે. જ્યારે ટાઇપ-૨ પ્રકારના ડાયાબિટીસના દર્દીઓમાં ૧૦% થી ૪૦% માં કીડની બગડવાની શક્યતા રહે છે.


ડાયાબિટીસ કિડનીને કઇ રીતે નુકશાન કરે છે ?:

-              ડાયાબિટીસ કાબુમાં ન હોવાને કારણે કિડનીમાંથી પસાર થતાં લોહીનું પ્રમાણ ૪૦% જેટલું વધી જાય છે. આ કારણસર કિડનીને વધુ પડતો ઘસારો લાગે છે આથી લાંબાગાળે કિડનીને વધુ નુકસાન થાય છે અને લોહીનું દબાણ વધે છે.

-              લહીનું ઉંચું દબાણ નુકશાન પામી રહેલ કિડની પર વધુ બોજારૂપ બને કિડનીને વધુ ઝડપથી નબળી બનાવે છે.

-              ડાયાબિટીસના કારણે જ્ઞાનતંતુઓને નુકશાન થતા મુત્રાશય ખાલી કરવામાં તકલીફ પડી શકે છે, જેથી મુત્રાશમાં પેશાબ એકઠો થાય છે.

-              મુત્રાશયમાં વધુ પેશાબ એકઠો થવાથી દબાણ વધતાં કિડની ફુલી જાય છે અને કિડનીને નુકશાન થઇ શકે છે.

-              વધુ ખાંડવાળો પેશાબ મુત્રાશયમાં લાંબો સમય સુધી રહે તો પેશાબનો ચેપ લાગવાની શક્યતા પણ વધી જ્યા છે.

ડાયાબિટીસમાં કિડની પર અસર ક્યારે અને ક્યાં દર્દીમાં થાય છે ?:-

સામાન્ય રીતે ડાયાબિટીસ થયા બાદ ૭ થી ૧૦ વર્ષ પછી ધીરે ધીરે કિડનીને નુકશાન થઇ શકે છે. ડાયાબિટીસના ક્યાં દર્દીમાં કિડનીને નુકશાન થશે તે પહેલેથી ચોક્કસપણે નક્કી કરવું અશક્ય છે. પરંતુ નીચેની પરિસ્થિતિમાં કિડની ફેલ્ચરની શક્યતા વધારે રહે છે.

- ડાયાબિટીસની શરૂઆત નાની ઉંમરે થઇ હોય.

- લાંબા સમયથી ડાયાબિટીસ હોય.

- સારવારમાં શરૂઆતથી જ ઈન્સ્યુલીનની જરૂર હોય.

- ડાયાબિટીસ અને લોહીનું દબાણ કાબુમાં ન હોય.

- પેશાબમાં પ્રોટીન જતું હોય.

- ડાયાબિટીસને લીધે આંખમાં નુકશાન થયું હોય.

- કુંટુંબમાં ડાયાબિટીસને લીધે આંખમાં નુકશાન થયું હોય છે.

- કુટુંબમાં ડાયાબિટીસને લીધે કિડની ફેલ્ચર થયેલ હોય.

ડાયાબિટીસથી કિડનીને થતાં નુકશાનના ચિહ્નો :-